મહીસાગરમાં દારૂના નશામાં કાર ચાલકે રોંગ સાઈડમાં જઈ બાઈકને અડફેટે લીધું, પતિનું મોત, પત્ની ગંભીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી/મહીસાગર: મહીસાગરમાં દારૂના નશામાં બેદરકારી ભરી રીતે ડ્રાઈવિંગ કરતા કાર ચાલકે બાઈક સવાર પતિ-પત્નીને અડફેટે લીધા હતા. જેમાં પતિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે, જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી છે. જોકે અકસ્માત બાદ પણ કાર ચાલકે શર્ટના બટન ખોલીને દાદાગીરી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

રોંગ સાઈડમાં કાર આવી અને બાઈકને અડફેટે લીધું
મહીસાગર જિલ્લાના ધાવડીયા-ઓઢા વિરપુર ખાતે રહેતા નરેશભાઇ તથા તેમની પત્ની મીરા બેન વિરપુર રોડ ઉપર આવેલી દુકાનની સામેથી પસાર થતા હતા. તે સમયે એક કારે ટક્કર મારતા સ્થળ ઉપર નરેશભાઇનું મોત થયું હતું, જ્યારે તેમની પત્ની મીરા બેનને માથાના ભાગે તથા શરીરે, બન્ને પગે ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સી.એચ.સી. હોસ્પિટલ વિરપુર ખાતે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની ખબર પડતાં વિરપુર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલમાં શિક્ષકે ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીને ‘I Love You’ બોલવા કહ્યું, વાલીએ હોબાળો મચાવ્યો

ADVERTISEMENT

પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ
આ અકસ્માતનો બનાવ નજરે જોનાર ગામના સુરેશભાઇએ પોલીસને જણાવ્યું કે, વેગનાર ગાડી ચાલક પોતાની ગાડી પુર ઝડપે હંકારી લીબડીયા તરફ જતો હતો તે દરમિયાન કાબુ ગુમાવી રોંગ સાઇડે જઇ બાઈક ચાલક તથા પાછળ બેઠેલ બહેન સાથે અથડાવી અકાસ્માત કરી થોડેક દુર ગાડી ઉભી રહી ગઈ હતી. આ ગંભીર અકાસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થતા સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલ તેમની પત્નીને શરીરે ઇજા થતા સી.એચ.સી. હોસ્પિટલ વિરપુર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ લુણાવાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દારૂડિયા ચાલકે દાદાગીરી કરતા લોકોએ મેથીપાક આપ્યો
અકસ્માત થયા બાદ હાજર માણસો તથા પોલીસે વેગેનાર ગાડીએ જઇને જોતા વેગેનાર ગાડીનો ચાલક નશાની હાલતમાં હતો. પોલીસ આવતા પહેલા અકસ્માત સ્થળે ભેગા થઈ ગયેલા લોકોએ નશામાં ધૂત કાર ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવતા તેને મેથીપાક પણ આપ્યો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. પોલીસ વેનમાં પણ નશામાં ધૂત કાર ચાલકની દાદાગીરી જોવા મળી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT