DRI એક્શન મોડમાં, 91 લાખની કિંમતની ઈ-સિગારેટ અને અન્ય વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરી
સંજયસિંહ રાઠોડ, સુરત: રાજ્યમાં ચૂંટણીનો માહોલ હજુ પૂર્ણ નથી થયો ત્યારે આ ચૂંટણીના માહોલ વચ્ચે DRI એક્શન મોડમાં જોવા મળ્યું છે. DRI વિભાગે સુરતમાં બે અલગ-અલગ…
ADVERTISEMENT

સંજયસિંહ રાઠોડ, સુરત: રાજ્યમાં ચૂંટણીનો માહોલ હજુ પૂર્ણ નથી થયો ત્યારે આ ચૂંટણીના માહોલ વચ્ચે DRI એક્શન મોડમાં જોવા મળ્યું છે. DRI વિભાગે સુરતમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને રૂ. 91 લાખની કિંમતની ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટ કરી જપ્ત.
દેશમાં ઈ-સિગારેટની આયાત પર પ્રતિબંધ છે. આમ છતાં એનકેન રીતે દેશમાં ઈ-સિગારેટની આયાત કરવામાં આવી રહી છે. સુરતમાં DRI વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. DRI વિભાગે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને રૂ. 91 લાખની કિંમતની ઈ-સિગારેટ અને અન્ય વિદેશી બ્રાન્ડેડ સિગારેટ જપ્ત કરી છે.
બાતમીના આધારે પાડ્યો દરોડો
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા ચોકલેટના ગોડાઉનમાંથી વિદેશી સિગારેટ અને ઈ-સિગારેટનું આડેધડ વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી DRI વિભાગને મળી હતી. આ માહિતીના આધારે, DRI વિભાગે આ વિસ્તારમાં દરોડો પાડ્યો વિદેશી માર્લબોરો, ડન હીલ, એસ લાઇટ, એસ બ્લેક, એસ ગોલ્ડ અને અન્ય ઘણી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરી.
ADVERTISEMENT
એક સાથે બે જગ્યાએ પાડયા દરોડા
ઉપરાંતદરોડા દરમિયાન ગોડાઉનમાંથી 198 ઈ-સિગારેટ પણ મળી આવી છે, જેની કિંમત 75 લાખ જણાવવામાં આવી છે. DRIએ આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે અને ગોડાઉન સીલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત DRI વિભાગે સુરત રેલ્વે સ્ટેશન પરના રેલ્વે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી કોલકાતાથી ટ્રેન દ્વારા દાણચોરી કરીને 16 લાખ રૂપિયાની સિગારેટ મળી આવી હતી. બંને કેસમાં DRI વિભાગે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT