રાજકોટમાં ડૉ.શોભા મિશ્રાનો મૃતદેહ રહસ્યમય રીતે તેમના ઘરમાંથી મળી આવ્યો, ઉઠયા અનેક સવાલ
રાજકોટ: શહેરની મેડિકલ કોલેજના PSM વિભાગના વડા તરીકે ફરજ બજાવતા ડૉ.શોભા મિશ્રા તેમના ઘરે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર શહેરમાં ઓહાપો મચી ગયો છે. હાલ…
ADVERTISEMENT
રાજકોટ: શહેરની મેડિકલ કોલેજના PSM વિભાગના વડા તરીકે ફરજ બજાવતા ડૉ.શોભા મિશ્રા તેમના ઘરે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર શહેરમાં ઓહાપો મચી ગયો છે. હાલ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટર શોભા મિશ્રાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું છે. ડોકટરના મૃત્યુનું કારણ તો મૃતકનો PM રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.
ડૉ. શોભા મિશ્રાને ગોધરા રહેતી અને ગોધરા ઈન્ટર્નલ ડોકટર તરીકે ફરજ બજાવતી દીકરીએ અનેક ફોન કરતા તેમણે ફોન રિસીવ કર્યો નહોતો. જેથી તેમની દીકરીએ પાડોશીને ફોન કર્યો હતો. જે બાદ પાડોશી તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના ઘરનો દરવાજો બંધ હોવાથી તેમણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જેથી તેમને કંઇક થયાની શંકા થઈ હતી. આ અંગેની જાણ તેમના સ્ટાફને કરી અને સ્ટાફ પણ દોડી આવ્યો હતો. સ્ટાફે દરવાજો તોડી ઘરમાં જઈને તપાસ કરી ત્યારે ડોક્ટર આશા મિશ્રા તેમના બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઘરના ટીવી પંખા હતા શરૂ
રાજકોટ શહેરના રેસકોર્સ પાર્કમાં રહેતા અને રાજકોટની મેડીકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગનાં પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતાં મહિલા પ્રોફેસર ડૉ. શોભા મિશ્રાની લાશ રેસકોર્સ પાર્ક સ્થિત તેના ઘરમાંથી રહસ્યમય રીતે મળી આવી છે. મહિલા પ્રોફેસરની લાશ મળી આવી ત્યારે તેના ઘરનું ટીવી અને પંખા પણ શરૂ હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સુરતના તંત્ર સામે આંદોલન કરશે? જાણો કેમ
મૃતકના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે.
મૃતક ડોકટરના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. દીકરો ગોધરા ઈન્ટર્નલ ડોકટર તરીકે ફરજ બજાવે છે. જોકે આજે બધા આવ્યા બાદ પીએમની કાર્યવાહી થશે. હાલમાં આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરુ કરી છે. ડોક્ટરના મોતને લઈને અનેક સાવલો ઉભા થયા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT