લુણાવાડા વિધાનસભા બેઠક માટે આજે ભાજપનો બેવડો માસ્ટર સ્ટ્રોક, તૈયાર કર્યો આ પ્લાન
વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે લુણાવાડામાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં શિક્ષક સંમેલન યોજશે આ સંમેલનમાં લુણાવાડા વિધાનસભામાં આવતી લુણાવાડા અને ખાનપુર તાલુકાની…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે લુણાવાડામાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં શિક્ષક સંમેલન યોજશે આ સંમેલનમાં લુણાવાડા વિધાનસભામાં આવતી લુણાવાડા અને ખાનપુર તાલુકાની શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો તેમજ શિક્ષણ ક્ષેત્રના આગેવાનોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષક સંમેલન યોજી ભાજપે બેવડો માસ્ટર સ્ટ્રોક માર્યો છે.
શિક્ષક સંમેલન યોજ્વાનું આ છે કારણ
શિક્ષક સંમેલન યોજવા માટેનું કારણ જોવા જઈએ તો ભાજપ છોડી અપક્ષમાં ઉમેદવારી કરનાર જે પી પટેલ શેક્ષણિક ક્ષેત્રે જોડાયેલા ગુજરાત શિક્ષણના અગ્રણી છે અને તેઓ ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ પણ છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લુણાવાડા વિધાનસભા બેઠકમાં આવતા લુણાવાડા અને ખાનપુર તાલુકાની શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો તેમજ શિક્ષણ ક્ષેત્રના આગેવાનો પર સારી પક્કડ ધરાવે છે જેથી ભાજપને કાંઈકને કાંઈક ડર છે કે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા આગેવાનો અને શિક્ષકો અપક્ષ ઉમેદવાર જે પી પટેલના સમર્થનમાં જોડાઈને ભાજપને નુકશાન કરી શકે છે
ભાજપની આ છે રણનીતિ
આજે ભાજપ દ્વારા લુણાવાડા વિધાનસભા બેઠક પર જીત મેળવવા આ બેઠકમાં આવતા લુણાવાડા અને ખાનપુર તાલુકાની શાળાના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો તેમજ શિક્ષણ ક્ષેત્રના આગેવાનોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે અપક્ષ ઉમેદવારની શિક્ષણ ક્ષેત્રના આગેવાનો પરથી પક્કડ ઢીલી થાય અને અપક્ષનો દાવ ઉધો પડે તે માટે ભાજપ દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ચૂંટણી પ્રચારમાં મોકલવામાં આવી રહ્યા છે તદઉપરાંત અપક્ષ ઉમેદવાર જે પી પટેલ પાટીદાર સમાજના આગેવાન પણ છે ત્યારે ભાજપ દ્વારા આ સંમેલન નું આયોજન પણ પાટીદાર સમાજના અન્ય આગેવાનની શેક્ષણિક સંસ્થા બ્રાઇટ સ્કૂલમાં રાખવામાં આવ્યું છે જેથી પાટીદાર સમાજ પણ ભાજપ જોડે છે તેવો એક મેસેજ પાટીદાર સમાજના અપક્ષ ઉમેદવાર જે પી પટેલનો પ્રચાર કરતા સમર્થકોમાં જાય અને પ્રચાર દરમ્યાન મતદારો બ્રાહ્મીત થયા હોય તો મતદારોનો બ્રહ્મ દૂર થાય આમ ભાજપ દ્વાર લુણાવાડા વિધાનસભા બેઠક હસીલ કરવા બેવડો માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો છે.
અપક્ષ ઉમેદવારની વધી ચિંતા
અપક્ષ ઉમેદવાર જેપી પટેલ શિક્ષણના અગ્રણીના નાતે સમગ્ર શિક્ષણ જગત સાથે હોવાની ઊભી કરેલી હવાના પગલે ભાજપનો વળતો પ્રહાર કર્યો છે અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં શિક્ષક સંમેલનના ભાજપના આયોજનથી અપક્ષના ઉપરથી આશીર્વાદના ચુંટણી પ્રચારની હવા નીકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે અપક્ષ ઉમેદવારની ચિંતાઓ વધી ગઇ છે ત્યારે જોવું રહ્યું કે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક કેટલો કારગત પુરવાર થાય છે
ઉલ્લેખનીય છે કે લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપ કૉંગ્રેસ અને ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાખીઓ જંગ જમવાનો છે ત્યારે ભાજપ અને અપક્ષની લડાઈમાં કૉંગ્રેસને સીધો ફાયદો ના થઇ જાય અને ભાજપે વર્ષો બાદ મેળવેલ બેઠક ફરી ગુમાવી ન પડે તે માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT