મોંઘવારી બગાડશે તહેવારની મજા… LPG સિલિન્ડરના ભાવ ફરી વધ્યા, જાણો હવે કેટલામાં પડશે બાટલો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: માર્ચના પ્રથમ દિવસે મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. મહિનાના પહેલા દિવસે જ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર રૂ.1103 થઈ ગયો છે. હોળી પહેલા આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

કોમર્શિયલ સિલિન્ડરમાં 350નો વધારો
ન્યુઝ એજન્સી ANI અનુસાર, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 2119.50 રૂપિયામાં મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. વધેલા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે. ઘરેલું એલપીજી સિલિન્ડર 14.2 કિલોના ભાવમાં રૂ. 50/નો વધારો થયો છે.

ADVERTISEMENT

8 મહિના બાદ વધ્યા ઘરેલું સિલિન્ડરના ભાવ
છેલ્લી વખતે ઘરેલુ સિલિન્ડરના ભાવ 6 જુલાઈ 2022ના રોજ વધ્યા હતા. ત્યારથી આ ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધી રહ્યા હતા. ત્યારે આજના ભાવ વધારામાં કોમર્શિયલ સિલિન્ડર ગ્રાહકોને મોટો ઝટકો મળ્યો છે. એક જ ઝાટકે રૂ.350નો ભાવ વધારો ઝિંકાતા અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો આવી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT