તમારું પણ છે PF એકાઉન્ટ ? તો જાણી લો આ વાત, થશે અનેક ફાયદા
સુરત: દેશ ભરના લોકો ખાનગી કંપનીમાં જોબ કરે છે. અને ખાનગી કંપનીના કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠન પીએફ ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે છે. ત્યારે આ…
ADVERTISEMENT
સુરત: દેશ ભરના લોકો ખાનગી કંપનીમાં જોબ કરે છે. અને ખાનગી કંપનીના કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠન પીએફ ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે છે. ત્યારે આ કર્મચારીઓને PF અંગે કેટલીક મહત્વની જાણકારીઓનો અભાવ જોવા મળે છે. આ પીએફની રકમને લઈને ઘણા કર્મચારીઓને પૂરતી માહિતી હોતી નથી. પોતાનું પીએફ જમા થાય છે તે ક્યારે ઉપાડી શકાય? અને કઈ રીતે ઉપાડી શકાય? તે અંગે પણ પૂરતી માહિતી હોતી નથી. જેને લઇ કર્મચારીઓને પીએફની રકમ પેન્શનની રકમ અને આનાથી કયા લાભ થાય છે. તેની જાણકારી ન હોવાથી કેટલાક લાભોથી વંચિત પણ રહે છે. જેને કેટલીક મહત્વની જાણકારીઓ ઇપીએફ ઓફિસના ક્ષેત્રીય અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
ખાનગી કંપનીના કર્મચારીઓનું પીએફ પાંચ વર્ષની અંદર ઉપાડવામાં આવે અને જો પીએફની રકમ 50,000થી વધુ હોય એટલે કે વાર્ષિક પીએફની ફાળવણી અઢી લાખથી વધુ હોય તો અને જો આ રકમને પાંચ વર્ષથી ઓછા સમયગાળામાં ઉપાડી લેવામાં આવે તો આ રકમ પર કર ચૂકવવો પડે છે. આ ઉપરાંત જો કર્મચારી દ્વારા પાંચ વર્ષથી વધુ સમય માટે પીએફની રકમ રાખી મૂકવામાં આવે તો તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. પીએફ ઉપાડવા માટે કેવાયસી ડોક્યુમેન્ટ પૂરેપૂરા સબમિટ થયેલા હોવા ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: તમે પણ ચેતજો… વિદેશ જવાની લાલચમાં ઊંઝાના યુવકે ગુમાવ્યા લાખો રૂપિયા, જાણો શું છે મામલો
ADVERTISEMENT
PFની રકમ ઉપાડવાની જાણો શું છે પ્રકિયા?
ખાનગી કંપનીના કર્મચારીઓ જો પોતાના પી એફ એકાઉન્ટમાં રહેલી રકમ ઉપાડવા માંગતા હોય તો તેમણે ઇપીએફઓની વેબસાઈટ પર લોગીન કરી તેમાં યુએન અને પાસવર્ડ દાખલ કરી સાઇન ઇન કરવું પડશે.પેજ પર ઓનલાઇન મેનેજ સ્ટેપ પર ડ્રોપાઉટ મેનુમાંથી કેવાયસી પસંદ કરવું. આ માટે કેવાયસી કમ્પ્લીટ હોવું ઘણું જરૂરી છે. ત્યારબાદ લિસ્ટમાંથી ફોર્મ 1 ફોર્મ 19 અને 10C ભરીને પોતાની પી એફ ની રકમ ઉપાડી શકે છે. જો તે પૂરેપૂરી પોતાની પી એફ ની રકમ ઉપાડી લેતો તેનું પીએફ એકાઉન્ટ પણ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT