ખુરશી આવતા વાર લાગી તો મંત્રીજીનો પારો છટક્યો, કાર્યકર્તા પર જ પથરાં ફેંક્યા, VIDEO વાઈરલ થયો
તમિલનાડુ: તમિલનાડુમાં સત્તાધારી પાર્ટી DMKના નેતા અને સરકારમાં મંત્રી SM નાસરે તિરુવલ્લુરમાં એક DMK કાર્યકર્તા પર પથ્થર ફેંક્યો. સોશિયલ મીડિયામાં 11 સેકન્ડનો મંત્રીજીનો વીડિયો હવે…
ADVERTISEMENT
તમિલનાડુ: તમિલનાડુમાં સત્તાધારી પાર્ટી DMKના નેતા અને સરકારમાં મંત્રી SM નાસરે તિરુવલ્લુરમાં એક DMK કાર્યકર્તા પર પથ્થર ફેંક્યો. સોશિયલ મીડિયામાં 11 સેકન્ડનો મંત્રીજીનો વીડિયો હવે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને ભાજપ પણ તમિલનાડુમાં DMK સરકારને ટાર્ગેટ કરી રહી છે.
ખુરશી લાવવામાં મોડું થતા મંત્રીને આવ્યો ગુસ્સો
વીડિયોમાં જોઈ શકાય છે કે મંત્રી એસ.એમ નાસર એક ખુલ્લા મેદાનમાં ઊભા છે. તેમની પાછળ કેટલાક લોકો ઊભા છે. મંત્રીજી એક વ્યક્તિ પર ગુસ્સે થતા દેખાય છે, અચાનક તેમને વધારે ગુસ્સો આવી જાય છે અને તેઓ જમીન પર પડેલો પથ્થર ઉઠાવીને પોતાની જ પાર્ટીના કાર્યકર્તા તરફ ફેંકવા લાગે છે.
તડકામાં ઊભેલા મંત્રીનો પારો છટક્યો
જાણકારી અનુસાર મંત્રી તડકામાં ઊભા હતા અને તેમને બેસવા માટે ખુરસી લાવવા માટે એક કાર્યકર્તાને કહેવામાં આવ્યું હતું. જેમાં થોડું મોડું થઈ ગયું અને મંત્રીને આ વાત પર ગુસ્સો આવી ગયો અને તેમણે પોતાના જ કાર્યકર્તા પર પથ્થર ફેંકી દીધો.
ADVERTISEMENT
In India’s history, has anybody seen a govt minister throwing stones at people?
Display of this by a @arivalayam party DMK Govt Minister, Thiru @Avadi_Nasar.
Throwing stones at people in frustration
No decency, No decorum & treating people like slaves! That’s DMK for you. pic.twitter.com/D2iAKV4YZ4
— K.Annamalai (@annamalai_k) January 24, 2023
ઘટના તિરુવલ્લુર જિલ્લામાં મંત્રીના નિરીક્ષણ દરમિયાન થઈ. જોકે આ સ્પષ્ટ નથી કે પથ્થર તે પાર્ટી કાર્યકર્તાને વાગ્યો હતો કે નહીં. જણાવી દઈએ કે મંત્રી તે જગ્યાએ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જ્યાં ભાષા સંઘર્ષમાં જીવ ગુમાવનારાના બલિદાનને યાદ કરવા માટે સીએમ એમ.કે સ્ટાલિન કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT