AAPમાં ચૂંટણી પહેલા જ ડખો, ડાંગના ઉમેદવારને લઈને સોશિયલ મીડિયામાં વિરોધના મેસેજ ફરતા થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/ડાંગ: ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ દ્વારા ગુરુવાર તારીખ 20 ઓક્ટોબરના રોજ વિધાનસભા 2022ના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 173 ડાંગ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે સુનિલ ગામીતનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે, જેને કારણે સોશિયલ મીડિયા ઉપર રાજકારણ ગરમાયુ હતું.

LLM ના અભ્યાસ સાથે ડાંગમાં વકીલની પ્રેક્ટિસ કરતાં મૂળ તાપી જિલ્લાના યુવા એડવોકેટ સુનિલ ગામીતનું નામ જાહેર થતા જિલ્લાના કેટલાક બુદ્ધિજીવી લોકોએ તેમને સમર્થન જાહેર કર્યું છે જ્યારે કેટલાક લોકોએ પોતાનજ નારાજગી વ્યકત કરી છે. જેમાં AAPના કાર્યકરો પણ સામેલ છે.

નારાજગી મુદ્દે ડાંગ જિલ્લા પ્રમુખ જોસેફભાઈ નું ભેદી મૌન
ડાંગ જિલ્લા આપના ઉમેદવાર તરીકે સુનિલ ગામિતનું નામ જાહેર થતાં આપના કાર્યકરોમાં બે ભાગ પડી ગયા છે. જેમાં કેટલાક લોકો સુનિલ ગામીતના સમર્થનમાં જ્યારે કેટલાક લોકો અન્ય જિલ્લા ( તાપી જિલ્લા) ના હોવાથી તેમનો વિરોધ કરતાં હોય તેવા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે. સંગઠનમાં પણ મોટા ભાગે લોકો નારાજ હોય જેમાં ખુદ ડાંગ જિલ્લા આપ પ્રમુખ જોસેફભાઈનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે જોસેફભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ આ મામલે સ્પષ્ટ રીતે પોતાનો અભિપ્રાય ન આપતા પ્રદેશમાં ચર્ચા ચાલુ છે એવું રટણ કરી રહ્યા છે.

ADVERTISEMENT

AAPમાં આંતરિક અસંતોષ ચૂંટણીમાં નુકસાન કરાવશે?
નોંધનીય છે કે AAP દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થતા જ તેમાં પણ અસંતોષ સામે આવી રહ્યો છે. એવામાં હવે જોવાનું રહેશે કે આ આંતરિક અસંતોષને ખાળવા માટે પાર્ટી દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે પછી ચૂંટણીના મતદાનમાં તેની અસર જોવા મળશે.

    follow whatsapp

    ADVERTISEMENT