Congress માં નારાજગીનો દોર યથાવત, હવે આ નેતા થયા નારાજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસે છેલ્લા 5 વર્ષમાં 20 થી વધુ ધારાસભ્યો ગુમાવ્યા છે. આ દરમિયાન વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા બાયડ ખાતે ટિકિટ ન મળતા જસુ પટેલ નારાજ છે.

કોંગ્રેસે અનેક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જેમાં ભાવેશ કટારા, મોહનભાઇ વાળા સહિતના નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય જશુભાઇ પટેલની ટિકિટ કપાતા તે નારાજ થયા છે. બાયડ સીટ પર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલને ટિકિટ આપતા તે નારાજ થયા છે. જશુભાઇ પટેલ આજે મહેન્દ્રસિંહ વાઘેલાના ફોર્મ ભરવામાં પણ હજાર નહીં રહે. ફોર્મ ભરવામાં સાથે નથી તો ચૂંટણીમાં સાથે હસે તેવા સવાલો સામે આવ્યા છે.

જશુભાઇ પટેલ ના સ્થાને મહેન્દ્રસિંહ વાઘેલા ને આપી ટિકિટ
સીટીંગ ધારાસભ્ય જસુભાઈ ની ટિકિટ કપાઈ છે તેમના સ્થાને મહેન્દ્રસિંહ વાઘેયને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને નારાજ જશુભાઇ પટેલ બાયડ કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિહ વાઘેલા સાથે  ફોર્મ ભરવા નહિ જાય. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, અત્યારે કાઈ કામ ન કરીએ સમજી લેવું કોઈ પક્ષ સાથે નથી. હું લોક સેવા અને સમાજ સેવાજ કરીશ. ટિકિટનો વ્યાપાર થયો હોય તેવો કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ ના ઉમેદવાર જ નથી પોતાના સ્વાર્થ માટે આવતા લોકો છે. કોંગ્રેસ ને ચોખટો ગોઠવતી પાર્ટી ગણાવી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT