કપાસના વેપારીઓનો ડિજિટલ કૌભાંડનો પર્દાફાશ, એક બટન દબાવતા ખેડૂતોની મહેનત પાણીમાં…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ડિજિટલ જનરેશનમાં ઘણા કૌભાંડો સામે આવતા નજરે પડ્યા છે. તેવામાં કપાસના વેપારીઓનો અલગ જ કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં વેપારી દ્વારા એક બટન દબાવી વજન ઘટાડવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા હવે કપાસના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહામહેનતે ઉત્પાદન કરતા અને પછી આવી રીતે કૌભાંડ સામે આવે એટલે તેમને યોગ્ય ભાવ મળી શકે એમ જ નથી. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ…

વેપારીઓના કપાસ કૌભાંડનો પર્દાફાશ
અત્યારે કપાસનું મોટાપાયે ઉત્પાદન થયું છે. ત્યારે ખેડૂતો કાચો માલ વેચવા માટે વેપારીઓ પાસે જતા હોય છે. આ દરમિયાન વજનદીઠ ભાવ આપતા મોટુ ડિજિટલ કૌભાંડ આચરાયું હતું. એક રિમોટ કંટ્રોલ દ્વારા વજનમાં ઘટાડો કરવાની તમામ વસ્તુઓ વેપારીઓના હાથમાં રહેલી છે.

જાણો કેવી રીતે વજન ઘટાડાય છે…
કપાસના વજનકાંટા પર નજર કરીએ તો અહીં રિમોટ કંટ્રોલમાં C બટન દબાવતાની સાથે જ વજન ઘટી જાય છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાની સાથે જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે આના પર આગળ શું કાર્યવાહી કરાશે એના માટે તપાસ હાથ ધરાઈ શકે છે.

ADVERTISEMENT

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT