ધૈર્યા હત્યાકાંડમાં મોટો ખુલાસો, સગી દીકરી પર પિતાએ કરેલા અત્યાચાર સાંભળી કમકમા છૂટી જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશલ જોશી/ગીરસોમનાથ: તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં ફસાયેલા બાપે પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું કાપીને બલી ચડાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આ અંગેની ભાળ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ધૈર્યા હત્યાકાંડમાં પોલીસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

7 દિવસથી દીકરીને ખેતરમાં ટોર્ચર કરતો હતો પિતા
મળતી માહિતી મુજબ પોતાની જ દીકરીને ભૂત વળગ્યું છે તેવી આશંકાના આધારે હેવાન પિતાએ 7 દિવસ સુધી દીકરીને ટોર્ચર કરી હતી. ભાવેશ અકબરીને શંકા હતી કે દીકરી ધૈર્યાના શરીરમાં કોઈ ભૂત છે. આથી તેણે 1 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યાથી 7 ઓક્ટોબર સુધી ચકલીધર નામના ખેતરમાં ધૈર્યાને લઈને જઈને ભૂત ભગાડવા માટે તાંત્રિક વિધિ કરી હતી. તેણે ધેરૈયાના જૂના કપડા સળગાવી દીધા અને બે કલાક સુધી તેને આગની પાસે ઊભી રાખી અને શેરડીના ખેતરમાં ડંડા અને વાયરથી માર માર્યો હતો.

પિતાના અત્યાચારથી દીકરીનું તડપી તડપીને મોત
તેના વાળમાં એક ડંડો બાંધી દીધો અને બે ખુરશીઓ વચ્ચે ભૂખી-તરસી રાખવામાં આવી. પિતાના ટોર્ચરથી ધૈર્યાએ આખરે દમ તોડી દીધો. દીકરીની નિર્મમ હત્યાની જાણકારી કોઈને થાય નહીં એટલા માટે પિતા ભાવેશે ધેરૈયાના શરીરને પ્લાસ્ટિક અને ગોદળામાં લપેટીને કારમાં મૂકી દીધો. બાદમાં બાળકીને સ્મશાનમાં લઈ જઈને તમામ પૂરાવાઓને નષ્ટ કરી દીધા.

ADVERTISEMENT

પોલીસને પણ બાતમી મળી ત્યારે ખબર પડી
ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધેરૈયા જે ધોરણ 9 મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8 મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળી હતી. જો કે આ ઘટનાની બાતમી પોલીસને હાલમાં જ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ભાવેશ ભાઈ અકબરી ની વાડીએ તપાસ હાથ ધરી છે.

શેરડીના વાઢમાંથી 2 બાચકા અને રાખ મળી આવ્યા
શેરડીના વાઢમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું જબલુ મળી આવ્યું હતું. બાચકાની અંદર કપડા અને રાખ જોવા મળી હતી. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામાં વિંટાળી હોવાના અને 7 ગામના લોકો અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલિસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT