BREAKING: 10 દિવસથી ભાગતા ફરતા દેવાયત ખવડની શાન ઠેકાણે આવી! પોલીસ સમક્ષ હાજર થયો
રાજકોટ: રાજકોટમાં જાણીતા લોક કલાકાર દેવાયત ખવડ સહિત બે શખ્સોએ મયુરસિંહ રાણા નામના યુવક પર લાકડી અને પાઈપોથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં છેલ્લા 10…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટમાં જાણીતા લોક કલાકાર દેવાયત ખવડ સહિત બે શખ્સોએ મયુરસિંહ રાણા નામના યુવક પર લાકડી અને પાઈપોથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં છેલ્લા 10 દિવસથી દેવાયત ખવડ ફરાર છે, ત્યારે હુમલાનો ભોગ બનેલા મયુરસિંહના પરિવારે હવે ન્યાય માટે સીધી જ PMOને ફરિયાદ કરી છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે દેવાયત ખવડ આજે પોલીસ સમક્ષ હાજર થયો હતો. રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ દેવાયત ખવડ બપોરે હાજર થયો હતો. હવે કોઈપણ ક્ષણે તેની ધરપકડ થઈ શકે છે.
ધરપકડ પહેલા જ આગોતરા જામીનની અરજી કરી
છેલ્લા ઘણા દિવસોથી પોલીસ પકડથી દૂર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સામે જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં દેવાયત ખવડની કુંડળીનો પણ ઉલ્લેખ કર્યો છે. અને 2015, 2017માં નોંધાયેલી પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે.
ક્ષત્રિય સમાજે કર્યો હોબાળો
લોક સાહિત્ય કાર દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામના યુવક ઉપર કરવામાં આવેલા હુમલામાં હજુ સુધી દેવાયત ખવડની ધરપકડ નહીં કરાતા ગઈકાલે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનર ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા. દેવાયત ખવડની હજુ સુધી કેમ ધરપકડ કરવામાં નથી આવી તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ખુલાસો આપતા કહ્યું હતું કે, પોલીસની બધી ટીમો કામે લાગી ગઈ છે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ સહિતની ટીમો આરોપીને પકડવા દોડી રહી છે તેમજ દેવાયત ખવડની બેઠક સહિતની જગ્યાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેમજ સમગ્ર મામલે ગંભીરતાથી ન્યાયિક પૂર્ણ પગલા લેવામાં આવશે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગીયા)
ADVERTISEMENT