દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસે નોંધેલી ફરિયાદ જ ખોટી છે? દેવાયતના વકીલનો ચોંકાવનારો દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટમાં દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા પર મારામારીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. દેવાયત ખવડના વકીલે દાવો કર્યો છે કે, સીસીટીવીમાં માર મારનારનું મોઢું દેખાતું નથી અને પોલીસે આ મામલે કરેલી FIR સંપૂર્ણ રીતે ખોટી હોવાનું વકીલ ઉત્કર્ષ દવેનું કહેવું છે.

દેવાયતના વકીલે શું કહ્યું?
દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેએ કહ્યું કે, ક્યાંકને ક્યાંક આ આપસી દુશ્મનીનો મમલો હોય એવું લાગી રહ્યું છે. પોલીસે 307 હેઠળ ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ સંપૂર્ણપણ ખોટી છે. જો ફરિયાદીનો કેસ માનવા જઈએ અને જે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ કરવામાં આવી છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈ વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું તે કોઈક ડંડા અથવા લોખંડની પાઈપ વડે તેના પર હુમલો કરી રહ્યા છે, પગ પર મારી રહ્યા છે. સાતથી આઠ વખત માર્યું અને કોઈ ગંભીર ઈજા કરી નથી. તો 307ની કલમનો ઉમેરો તેમા ક્યારેય થાય નહીં.

ગઈકાલે જ દેવાયતે કર્યું સરેન્ડર
નોંધનીય છે કે, મયુરસિંહ રાણા પર હુમલાના આરોપમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી ફરાર હતો. જોકે ગઈકાલે જ નાટકીય રીતે અચાનક તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

દેવાયત ખવડને VIP ટ્રીટમેન્ટ અપાશે કે આરોપીની જેમ રખાશે
દેવાયત ખવડને વીઆઇપી તરીકે ટ્રીટમેન્ટ અપાશે કે આરોપી જેવી તેના જવાબમાં એસીપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમારા માટે તો તે આરોપી જ છે. જે દરેક આરોપી સાથે અમે જે કરીએ છીએ તે તેમની સાથે પણ કરીશું. દેવાયત ખવડને લોકરમાં રખાશે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, આરોપીને જ્યાં રખાય છે ત્યાં જ રાખવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT