Arvind Kejriwalની ધરપકડની આશંકા, ઘરની વધારાઈ સુરક્ષા; પાર્ટી કાર્યાલયની બહાર કાર્યકરોનો જમાવડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Arvind Kejriwal Closed In House By Delhi Police: દેશની રાજધાનીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસે તેમના ઘરની સુરક્ષા વધારી દીધી છે. મુખ્યમંત્રી આવાસ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કોઈપણ સ્ટાફને સીએમ હાઉસની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ ગમે ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે.

સીએમ હાઉસની બહાર પોલીસ તૈનાત

દિલ્હી પોલીસની ટીમે ગુરુવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનને ચારેય બાજુથી ઘેરી લીધું છે. સીએમ હાઉસમાંથી ન તો કોઈ બહાર આવી શકે છે અને ન તો કોઈ અંદર જઈ શકે છે. તેમજ સીએમ હાઉસ તરફ જતા માર્ગો પર પોલીસ તૈનાત છે. તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

કાર્યલયની બહાર કાર્યકરો થયા એકઠા

ED (Enforcement Directorate) આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આ દાવો ખુદ આમ આદમી પાર્ટીએ કર્યો છે. સીએમ કેજરીવાલની ધરપકડની આશંકાને ધ્યાનમાં રાખીને ગુરુવાર સવારથી જ AAP મુખ્યાલયની બહાર કાર્યકરોનો જમાવડો શરૂ થઈ ગયો છે.

EDએ પાઠવ્યા 3 સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દારૂ કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ અંગે EDએ ત્રણ વખત સમન્સ મોકલ્યા હતા. ત્રીજા સમન્સ પર મુખ્યમંત્રી બુધવારે ED સમક્ષ હાજર થવાના હતા, પરંતુ તેઓ ગયા ન હતા. આ અંગે સીએમ કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર ગણાવીને EDને પત્ર લખ્યો અને કહ્યું હતું કે તમારે જે પૂછવું હોય તે પત્ર લખીને પૂછો. આ પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી શકે છે.

ADVERTISEMENT

સૌરભ ભારદ્વાજે કર્યો દાવો

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે, સૂત્રો જણાવી રહ્યા છે કે ED 4 જાન્યુઆરીએ સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે. દિલ્હીના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ED અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT