રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસ એક્શનમાં, તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rashmika Mandanna Deepfake Video Case: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે શુક્રવારે FIR નોંધી છે. દિલ્હી સાયબર ક્રાઈમ યુનિટ સ્પેશિયલ સેલના ડેપ્યુટી પોલીસ કમિશનર ડો. હેમંત તિવારીએ જણાવ્યું કે, તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

મહિલા આયોગની દિલ્હી પોલીસને નોટિસ

FIRમાં આઈટી એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. આ પહેલા દિલ્હી મહિલા આયોગે આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લીધી હતી અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. આયોગે 17 નવેમ્બર સુધીમાં પોલીસને આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરની નકલ, આરોપીઓની વિગતો અને આ સંબંધમાં લેવાયેલી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે.

અજાણ્યા લોકો સામે FIR દાખલ

અભિનેત્રીના રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાતા દિલ્હી પોલીસે શુક્રવારે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.જણાવવામાં આવી રહ્યું છે કે આ લોકો વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ADVERTISEMENT

તપાસ શરૂ કરી

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 465 અને 469 અને માહિતી ટેકનોલોજીની કલમ 66C અને 66E હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેઓએ ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે.

વાયરલ થયો હતો ફેક વીડિયો

તાજેતરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો વાયરલ થયો હતો, જે AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લિફ્ટમાં એક મહિલા પ્રવેશે છે, જેનો ચહેરો બિલકુલ રશ્મિકા જેવો છે. આ વીડિયોમાં AIની ડીપફેક ટેક્નોલોજીની મદદથી તે મહિલાનો ચહેરો રશ્મિકા જેવો બનાવવામાં આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો.

ADVERTISEMENT

ડીપફેક શું છે?

‘ડીપફેક’ એ એક ડિજિટલ પદ્ધતિ છે જેના દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને યુઝર્સ સરળતાથી કોઈ વ્યક્તિની છબીને અન્ય વ્યક્તિની છબી સાથે બદલી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT