AAPની નજર હવે ઉત્તર ગુજરાત પર, 6 દિવસમાં 5 જિલ્લાની 15 બેઠકો ખૂંદશે મનીષ સિસોદીયા, જાણો કાર્યક્રમ
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલી આમ આદમી પાર્ટીની નજર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતની બેઠકો પર છે. આજથી દિલ્હીના…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલી આમ આદમી પાર્ટીની નજર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતની બેઠકો પર છે. આજથી દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા તથા મનોજ સોરઠીયા સહિતના આગેવાનો તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. મનીષ સિસોદીયા 6 દિવસમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની 15 વિધાનસભા બેઠકો પર ગુજરાત યાત્રા કાઢશે. આ યાત્રાની શરૂઆત તેઓ હિંમતનગરથી કરશે.
મનીષ સિસોદીયાનો આજનો કાર્યક્રમ
મનીષ સિસોદીયાના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો સવારે 10.30 વાગ્યે તેઓ સાબરમતી આશ્રમની મુલાકાતે જશે. જ્યાં તેઓ મહાત્મા ગાંધીના પદચિહ્નો પર વિગતવાર માહિતી લેશે. ત્યારપછી મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમથી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. આ બાદ બપોરે 2 વાગ્યે હિંમતનગરથી તિરંગા યાત્રા શરૂ કરાવશે. સાંજે 5 વાગ્યે તલોદ ખાતે સભાને સંબોધન કરશે જ્યારે રાત્રે 8 વાગ્યે પ્રાંતિજમાં પણ એક સભાને સંબોધન કરશે.
ADVERTISEMENT
6 દિવસમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ ખૂંદશે
6 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા મનીષ સિસોદીયા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા અમદાવાદ જિલ્લામાં યાત્રા કાઢશે. આ જિલ્લાઓની 15 વિધાનસભા બેઠકો પર તેમની યાત્રા નીકળશે. આ દરમિયાન તેઓ મતદારો સાથે સંપર્ક સાધી તેમને આકર્ષવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT