દિલ્હી MCD ચૂંટણી: કોંગ્રેસ અધ્યક્ષ સાથે ‘ખેલ’ થઈ ગયો, છેક બુથ સુધી જઈને વોટ આપ્યા વગર પાછા ફરવું પડ્યું
Delhi MCD Elections 2022: દિલ્હી નગર નિગમની ચૂંટણી માટે આજે સવારથી જ 250 વોર્ડ માટે માટે મતદાન ચાલી રહ્યું છે. MCDની ચૂંટણી માટે દલ્લૂપુરાના એક…
ADVERTISEMENT
Delhi MCD Elections 2022: દિલ્હી નગર નિગમની ચૂંટણી માટે આજે સવારથી જ 250 વોર્ડ માટે માટે મતદાન ચાલી રહ્યું છે. MCDની ચૂંટણી માટે દલ્લૂપુરાના એક મતદાન કેન્દ્રમાં પોતાનો વોટ આપવા પહોંચેલા દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરી સાથે ‘ખેલ’ થઈ ગયો. અનિલ ચૌધરીને તે સમયે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમને માલુમ પડ્યું કે તેમનું નામ વોટર લિસ્ટમાંથી જ ગાયબ છે. અધિકારીઓ યાદીમાં તેમનું નામ શોધતા રહ્યા પરંતુ નામ મળ્યું જ નહીં.
મતદાર યાદીમાંથી દિલ્હીના કોંગ્રેસ અધ્યક્ષનું નામ ગાયબ
મતદાન કેન્દ્ર બહાર મીડિયાકર્મીઓ સાથે વાત કરતા અનિલ ચૌધરીએ જણાવ્યું કે, મારું નામ વોટર લિસ્ટમાં જ નથી, મારી પત્નીએ મતદાન કરી દીધું છે. ડિલીટ વોટર લિસ્ટમાં પણ મારું નામ દેખાઈ રહ્યું નથી. અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. હજુ સુધી મને લિસ્ટ વિશે પણ કહેવામાં આવી રહ્યું નથી અને મારું નામ પણ દેખાઈ રહ્યું નથી. હું હજુ પણ ઔચપારિક જાણકારીની રાહ જોઈ રહ્યો છું. બની શકે કોઈ અન્ય બુથના મતદારોની યાદીમાં મારું નામ હોય.
“My name is neither in the voter list nor in the deleted list. My wife has voted. Officials are checking it,” says Delhi Congress president Anil Chaudhary who arrived at a polling booth in Dallupura to cast his vote for #DelhiMCDElections pic.twitter.com/cHWtjYin5f
— ANI (@ANI) December 4, 2022
ADVERTISEMENT
કેજરીવાલે પરિવાર સાથે કર્યું મતદાન
આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે સિવિલ લાઈન્સ વિસ્તારના અંડર હિલ રોડ સ્થિત પરિવહન વિભાગ સ્થિત મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. કેજરીવાલે મતાધિકારનો ઉપયોગ કર્યો અને બાદમાં બહાર આવીને MCDની સત્તા પર રહેલી ભાજપા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
250 વોર્ડ માટે બેઠક
નોંધનીય છે કે, દિલ્હીની નગરનિગમ ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચ ત્રિકોણીય મુકાબલો છે. MCDની ચૂંટણીમાં 1.45 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે અને સવારે 8 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન થશે અને 7મી ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT