કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા, ઉમેદવારોનું મુખ્ય લિસ્ટ લગભગ તૈયાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ તૈયારીઓને આખરી ઓપ આપવા તૈયાર થઈ ગયા છે. તેમાં હવે કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ હવે ખાસ બેઠક બોલાવાઈ છે. તેવામાં હવે ચીફ ઈલેક્શન કમિશનની બેઠકમાં ઉમેદવારોની પસંદગી મુદ્દેની તૈયારીઓ પર અંતિમ મંથન કરાશે. વળી અત્યારે આ મુદ્દે વિગતે ચર્ચા કરવા માટે ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખી દીધા છે. તેવામાં 182 બેઠકો પર ઉમેદવારી તથા બીજી બાજુ ટિકિટ માટે ઘણા નેતાઓ દ્વારા લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે.

ચૂંટણી લડવા કોંગ્રેસના મૂરતિયાઓ સજ્જ
કોંગ્રેસ દ્વારા ત્રણથી ચાર દાવેદારોની પેનલ પણ તૈયાર કરી દેવામાં આવી છે. તેવામાં રઘુ શર્માની મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે નવેમ્બર મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ પોતાની પહેલી યાદી બહાર પાડી શકે છે. બીજી બાજુ મીડિયાના અહેવાલો પ્રમાણે ટિકિટ લેવા માટે ઈચ્છા ધરાવતા મૂરતિયાઓ દ્વારા લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે.

કોંગ્રેસમાં ટિકિટ આપવા મુદ્દે બેઠકોનો દોર શરૂ
ગુજરાત ચૂંટણીમાં 182 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો પસંદગીની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવા જઈ રહી છે. તેવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે આ પોઝિશન માટે 900 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી હતી. તેવામાં દરેક બેઠક પર ત્રણથી ચાર ઉમેદવારોના નામ પસંદ કરીને સ્ક્રિનિંગ કમિટિને આપી દેવામાં આવી છે. જ્યારે અત્યારસુધી 35 ટકા જેટલા ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જેથી કરીને કોંગ્રેસ પહેલીયાદી બહાર પાડે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT