DCના ખેલાડીએ IPL પાર્ટીમાં મહિલાની છેડતી કરી, ફ્રેન્ચાઈઝીએ ખેલાડીઓ માટે રાતો રાત બનાવ્યા કડક નિયમો
દિલ્હી: IPL 2023માં દિલ્હી કેપિટલ્સની હાલત સૌથી ખરાબ છે. 7માંથી 2 જીતથી 4 પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પ્રથમ 5 મેચ હાર્યા બાદ…
ADVERTISEMENT
દિલ્હી: IPL 2023માં દિલ્હી કેપિટલ્સની હાલત સૌથી ખરાબ છે. 7માંથી 2 જીતથી 4 પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પ્રથમ 5 મેચ હાર્યા બાદ ડેવિડ વોર્નરની ટીમે છેલ્લી બંને મેચ જીતી હતી. દિલ્હી ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ભૂતકાળમાં દિલ્હીના એક ખેલાડીએ ફ્રેન્ચાઈઝી પાર્ટીમાં એક મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી, જે બાદ ફ્રેન્ચાઈઝીએ કડક નિયમો બનાવ્યા છે. રિપોર્ટ અનુસાર મહિલા સાથે ગેરવર્તણૂક કર્યાના થોડા દિવસો બાદ ફ્રેન્ચાઈઝીએ મોડી રાત માટે નિયમો બનાવ્યા છે.
મહેમાનો રૂમમાં પ્રવેશી શકતા નથી
દિલ્હી કેપિટલ્સના નવા પ્લેયર કોડ મુજબ રાત્રે 10 વાગ્યા પછી બહારથી કોઈ પણ ખેલાડીના રૂમમાં જઈ શકશે નહીં. જો કોઈ ખેલાડી તેના મહેમાનોને હોટલમાં મળવા માંગે છે, તો તેઓ ટીમની રેસ્ટોરન્ટ અને કોફી શોપમાં મળી શકે છે. આટલું જ નહીં, જો કોઈ ખેલાડી હોટલની બહાર કોઈને મળવા જાય છે, તો ફ્રેન્ચાઈઝીને તેની માહિતી પણ આપવી પડશે.
ADVERTISEMENT
નિયમો તોડવાથી કરાર સમાપ્ત થાય છે!
સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની જીત બાદ ખેલાડીઓને ચેતવણી સાથે આ એડવાઈઝરી વિશે જણાવવામાં આવ્યું છે. આ પછી પણ જો કોઈ ખેલાડી આ નિયમોનો ભંગ કરે છે તો તેના પર દંડ થઈ શકે છે અથવા કરાર પણ સમાપ્ત થઈ શકે છે. ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના WAG ને ટીમ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી છે. નિયમો અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાર્સે તેમના પાર્ટનરનો પ્રવાસ ખર્ચ ઉઠાવવો પડશે. જો કે, જો કોઈ ખેલાડી કોઈને તેના રૂમમાં લાવવા માંગે છે, તો તેણે IPL ટીમ ઈન્ટિગ્રિટી ઓફિસરને જાણ કરવી પડશે અને ટીમ મેનેજમેન્ટે અગાઉથી ફોટો આઈડી આપવી પડશે.
ADVERTISEMENT