દિલ્હીનો દર્દનાક કેસઃ કેવી રીતે થયું મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ કારણ આવ્યું સામે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષીય અંજલિના મૃત્યુએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. તેમનું મૃત્યુ જે રીતે થયું તે કોઈ સામાન્ય ઘટના નથી. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ સૂચવે છે કે ભયાનક અકસ્માતને કારણે અંજલિને ઘણી ઈજાઓ થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અંજલિને માથા, કરોડરજ્જુ અને ડાબા ફેમર (જાંગના હાડકા)માં ઈજાઓ છે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવ્યું?
મોટી વાત એ છે કે રિપોર્ટમાં કોઈપણ પ્રકારના યૌન શોષણના એંગલને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો છે. એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે અંજલીને થયેલી તમામ ઈજાઓ અકસ્માતને કારણે જ થઈ છે. નિશાનો પરથી એ પણ સ્પષ્ટ છે કે અંજલિને કેટલાય કિલોમીટર સુધી રસ્તા પર ઢસેડવામાં આવી હતી. આ ઇજાઓને કારણે તેને આઘાત લાગ્યો અને તેનું મોત નીપજ્યું. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાંથી ઘણા સવાલોના જવાબ મળી ગયા છે, પરંતુ હજુ સુધી એ જવાબ મળ્યો નથી કે કઈ બેદરકારીને કારણે અંજલિનું આટલું દર્દનાક મોત થયું. વાસ્તવમાં મોડી રાત્રે પણ પોલીસનું એક પણ વાહન ત્યાં હાજર ન હોવું, આટલા મોટા દિવસે એકપણ પોલીસકર્મીનું પેટ્રોલિંગ ન કરવાના કારણે અનેક સવાલો ઊભા થયા છે.

શું છે અકસ્માતની વિગતો?
આ બાબતની વાત કરીએ તો 31 ડિસેમ્બરે મોડી રાત્રે અંજલિ તેના એક મિત્ર સાથે સ્કૂટી પર જઈ રહી હતી. ત્યારે એક ઝડપી કારે સ્કૂટીને ટક્કર મારી, જેના કારણે અંજલિનો પગ તેમાં જ ફસાઈ ગયો. હવે કારમાં બેઠેલા દારૂના નશામાં ધૂત આરોપીઓને પણ આ અંગે કોઈ ખબર જ ન પડતા તેઓ કાર હંકારી રહ્યા હતા. અંજિલને કેટલાય કિલોમીટર સુધી રસ્તા પર ખેંચવામાં આવી હતી. ત્યારબાદ કાંઝાવાલા વિસ્તારમાં પોલીસને કારની પાછળ બાંધેલી લાશની માહિતી મળી. માહિતી મળતાં જ પોલીસ પહોંચી તો મૃતદેહ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના શરીર પર કપડા પણ નહોતા. મૃતદેહની હાલત એવી હતી કે હૃદય હચમચી જાય. આ પછી પોલીસે થોડે દૂરથી યુવતીની સ્કૂટી કબજે કરી હતી. સ્કૂટીનો પણ અકસ્માત થયો હતો.

ADVERTISEMENT

પરિવાર સાથે અંજલિની છેલ્લી વાતચીત
હાલ આ કેસમાં પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમના બ્લડ સેમ્પલ પણ વધુ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, 31 ડિસેમ્બરે સાંજે લગભગ 6 વાગે અમન વિહારની રહેવાસી યુવતી પાર્ટી (ઇવેન્ટ કંપની) માટે કંઇક કામ હોવાનું કહીને ઘરેથી નીકળી હતી. રાત્રે 9 વાગ્યે યુવતીએ ઘરે ફોન કરીને કહ્યું હતું કે તે રાત્રે પરત આવી જશે. પરિવારનું કહેવું છે કે તેઓએ રાત્રે 10 વાગ્યે યુવતીને ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ હતો. દિલ્હી પોલીસે બીજા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે પરિવારને અકસ્માતની જાણકારી આપી.

પકડાયેલા આરોપીઓ કોણ છે?
હવે આ કેસમાં પકડાયેલા આરોપીઓની કુંડળી પણ સામે આવી ગઈ છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના, મિથુન, મનોજ મિત્તલ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી એક ડ્રાઈવર છે, એક બેંકમાં કામ કરે છે, એક હેર ડ્રેસર છે અને એક રાશન ડીલરનું કામ સંભાળે છે. પોલીસ હજુ પણ પાંચ આરોપીઓ સાથે વાત કરી રહી છે, અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ તેમના જવાબો મામલો ગૂંચવી રહ્યા છે. અત્યારે તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે અંજલિની માતા સાથે ફોન પર વાત કરી છે. જે બાદ કેજરીવાલે આગ્રહ કર્યો છે કે પીડિત પરિવારને સંપૂર્ણ મદદ કરવામાં આવશે, સૌથી મોટા વકીલને આ કેસમાં રોકવામાં આવશે. અંજલિના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT