સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કૌભાંડ મામલે કુલપતિ અને કુલસચિવને બદનક્ષીની નોટીસ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા, રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા મામલે હવે FIR નોંધાયા બાદ જબરો ગરમાવો આવ્યો છે. આ મામલે એચએન શુક્લા કોલેજના સંચાલક અને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી અને યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ કર્યા છે. આ મામલે માનહાની અને બદનક્ષીનો દાવો કરવાની જાહેરાત કરી છે. આ કેસમાં ઇન્ચાર્જ કુલપતિ દ્વારા તેમના પર લગાવામાં આવેલ આક્ષેપોને નકાર્યા હતા. હવે એચ એન શુક્લા કોલેજના નેહલ શુક્લા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  કુલપતિ અને કુલસચિવને બદનક્ષીની નોટીસ પાઠવવામાં આવી છે.

15 દિવસમાં વળતર ચૂકવવા જણાવ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદના વંટોળ વચ્ચે જ રહી છે. ત્યારે હવે પેપર લિક કૌભાંડ મામલે  એચ એન શુક્લા કોલેજના નેહલ શુક્લા દ્વારા  કુલપતિ અને કુલસચિવને  બદનક્ષીની નોટીસ પાઠવવામાં આવી છે. આ ઊપરાંત નોટીસમાં 15 દિવસમાં બદનક્ષી બદલ વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.

 પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં માફી માંગવાનું પણ જણાવાયું
એચ એન શુક્લા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને  નોટિસ પાઠવવામા આવી છે. જેમાં આ ઉપરાંત  પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં માફી માંગવાનું પણ જણાવાયું. નોટિસમાં  કુલપતિ વિરુદ્ધ રૂ.6 કરોડ અને કુલસચિવ વિરુદ્ધ રૂ.5 કરોડના વળતર ચૂકવવાનો નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડ મામલે કુલસચિવ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ADVERTISEMENT

નેહલ શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને કુલસચિવે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અને રાજકીય સનસનાટી ફેલાવવા અને ધ્યાન અન્ય તરફ લઈ જવા માટે એચ એન શુક્લા કોલેજના સામાન્ય કર્મચારી પર દોષનો ટોપલો ઢોળ્યો છે. જેમને માત્ર પેપર રિસીવ કર્યું તેના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. અમારી કોલેજ 2009 થી ચાલુ છે. ત્યારે કુલપતિ એ અમારું સીલ બંધ પેપર વિડીયો રેકોડિંગ હેઠળ પરત મંગાવેલ છે. તેમણે ખબર હતી કે કવારની અરજી પોલીસમાં દેવાઈ ગઈ હોવાથી સંપૂર્ણ પોલીસ કસ્ટડીમાં રાખવા જોઈએ. જેનો વિડીયો મારા પાસે છે. પોતે જ પોતાના મળતીયા સાચે ચેડાં કરવા કવર એકાદ બે દિવસ પોતાની પાસે રાખ્યા હતા. અને પછી એફએસ એલ માં મોકલવામાં આવ્યા હતા. જેને લઈ નોટિસ આપવામાં આવી છે.

111 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી
પેપર લીકના 111 દિવસ બાદ આખરે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એચ. એન. શુક્લા કોલેજમાંથી પેપર લીક થયું હતું. જેના કારણે હજારો વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી પર પાણી ફરી વળ્યું હતું . એચ. એન. શુક્લ કોલેજના સંચાલક  કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ છે. આ મામલે આરોપી જીગર ભટ્ટ સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: વટ પાડવા બનાવ્યો વીડિયો, દીપડાના બચ્ચાને માતાથી કર્યું અલગ, જાણો કેવા થયા યુવાનોના હાલ ?

ADVERTISEMENT

જાણો શું છે ઘટના 
રાજ્યમાં સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓકટોબરમા સતત વિવાદમાં રહી હતી. 13 ઓક્ટોબર 2022ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની ઘટના બની હતી. પરીક્ષાનું પેપર લીક સમાચાર વહેતા બીકોમની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તો  બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું.  પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT