DEEPVEER: લગ્નના 5 વર્ષ બાદ રણવીર સિંહના ઘરે ગુંજશે કિલકારી, દીપિકાએ કર્યો ખુલાસો

ADVERTISEMENT

Deepika Padukone-Ranveer Singh
રણવીર-દીપિકાના ઘરે ગુંજશે કિલકારી
social share
google news

Deepika Padukone-Ranveer Singh Announce Pregnancy: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને બોલિવૂડનું પાવરફુલ કપલ માનવામાં આવે છે. ફેન્સને આ જોડી ઘણી પસંદ આવે છે. આ કપલના લગ્ન નવેમ્બર 2018માં થયા હતા અને તેમના લગ્નને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે  અને ફેન્સ પણ દીપિકા અને રણબીરના ઘરમાં બેબીનો અવાજ ગુંજવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે દીપિકા અને રણબીરના ફેન્સ માટે ખુશખબરી સામે આવી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ માં બનવા જઈ રહી છે.  અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ખુશખબરી આપી છે. 

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં માત્ર  સપ્ટેમ્બર 2024 જ લખેલું છે. આ ફોટોમાં નાના બાળકના કપડા, ટોપી, શૂઝ જેવા ફોટા જોવા મળી રહ્યા છે. સાથે જ આ ફોટા પર દીપિકા અને રણબીર લખેલું છે. આ પરથી એવું લાગી રહ્યું છે કે અભિનેત્રી સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે. 

સેલેબ્સે અભિનંદન પાઠવ્યા

દીપિકાની  પોસ્ટ પર  મનીષ મલ્હોત્રા, મેધા શંકર, અંગદ બેદી, મિયાંગ ચાંગ, કુબ્બ્રા સૈત, મસાબા ગુપ્તા જેવા ઘણા સ્ટાર્સે કપલને અભિનંદન પાઠવ્યા છે. 38 વર્ષીય દીપિકા તેના પ્રથમ બાળકને જન્મ આપશે. ફેન્સ પણ તેના મધર્સ ક્લબમાં જોડાવાની રાહ જોઈ રહ્યા હતા. આખરે દીપિકાએ ચાહકોને ખુશખબર આપી છે.

ADVERTISEMENT

2018માં થયા હતા લગ્ન

દીપિકા અને રણવીર બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. બંનેની લવસ્ટોરી ફિલ્મ રામલીલાના સેટ પર શરૂ થઈ હતી. તેમની ડેટિંગ 2012માં શરૂ થઈ હતી. 2018માં કપલે ઈટાલીમાં  લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  દીપિકાની છેલ્લી રિલીઝ ફાઈટર હતી. તેમની પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં કલ્કિ 2898 એડી, સિંઘમ અગેનનો સમાવેશ થાય છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT