Bhavnagarમાં બુટલેગરો બેફામઃ ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરે મચાવી ધમાલ, જાનથી મારી નાખવાની આપી ધમકી
Bhavnagar News: ભાવનગર શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. શહેરમાં શાસક ભાજપ પક્ષના જ મહિલા કોર્પોરેટરને તેમના ઘરમાં ઘુસીને બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર…
ADVERTISEMENT
Bhavnagar News: ભાવનગર શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. શહેરમાં શાસક ભાજપ પક્ષના જ મહિલા કોર્પોરેટરને તેમના ઘરમાં ઘુસીને બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે મહિલા કોર્પોરેટરે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ મહિલા નગર સેવિકા દ્વારા ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.
ઘરમાં ઘુસીને બુટલેગરે આપી ધમકી
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મીલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર સેજલબેન મહેશભાઈ ગોહિલને ઘરમાં ઘુસીને બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓ સીધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાતે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ પરમારે તેમના ઘરે આવીને ધમાલ મચાવી હતી. બાદમાં તેણે સેજલબેને ગાળો આપી હતી અને સેજલબેનના કોર્પોરેટર તરીકેના અઢી વર્ષ પૂર્ણ થયા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી
‘..પોલીસે મને કઈ નહીં કરે’
ભાજપના નગરસેવિકા સેજલબેને જણાવ્યું હતું કે, ‘ઉપરોક્ત શખ્સ દારૂના અડ્ડા, જુગાર ધામ તેમજ કૂટણાખાના ચલાવે છે અને પોલીસ તેને કંઈ નહીં કરી શકે અને ફરિયાદ કરશો તો તરત છુટી જઈશ તેવી ધાકધમકીઓ આપી સરાજાહેર રૌફ જમાવે છે.’
ADVERTISEMENT
પોલીસે શરૂ કરી તપાસ
હાલ બાદ મહિલા કોર્પોરેટર સેજલબેનની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ અહીં સૌથી મોટો સવાલ એ છે કે ભાજપના શાસનમાં હવે ભાજપના જ નગરસેવિકા સુરક્ષિત નથી તો પછી સામાન્ય લોકોની પરિસ્થિતિ શું થતી હશે તે સમજી શકાય છે.
(રિપોર્ટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT