Dawood Ibrahim : ડોંગરીથી દુબઈ સુધીની સફર, જાણો પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડ ડોન
Dawood Ibrahim Poisoned : આજે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે દાઉદને…
ADVERTISEMENT
Dawood Ibrahim Poisoned : આજે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે દાઉદને ઝેર આપવામાં આવતા તેની હાલત નાજુક છે. એક સમયે ગુનાખોરીની દુનિયાનો બાદશાહ દાઉદ ઈબ્રાહિમના મૃત્યુની અફવા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને ઝેર આપવામાં આવ્યું છે જેના કારણે તેમની તબિયત બગડી છે. ચાલો જાણીએ દાઉદ ઈબ્રાહિમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાત.
પોલીસ કોન્સ્ટેબલનો પુત્રમાંથી બન્યો અંડરવર્લ્ડ ડોન
વર્ષ 1955માં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં દાઉદ ઈબ્રાહિમનો જન્મ થયો હતો. તેનું પૂરુંના શેખ દાઉદ ઈબ્રાહિમ કાસકર છે. તેમના પિતા શેખ ઈબ્રાહિમ અલી કાસકર મુંબઈ પોલીસમાં એક કોન્સ્ટેબલ હતા.દાઉદ બાળપણથી એક નવાબી જીવન જીવવાનો શોખ ધરાવતો હતો. જેના માટે તે ગુનેગારીના રસ્તે દોડવા લાગ્યો અને લૂંટ, દાણચોરી જેવી ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાઈ ગયો. આ અંગે પિતાને જાણ થતાં તેમણે દાઉદને સમજાવ્યો પરંતુ તે ગુનાનો રસ્તો છોડવા તૈયાર ન હતો તેથી પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. ત્યારબાદ તે કરીમ લાલાની ગેંગમાં જોડાયો. વર્ષ 1980, તે સમયે મુંબઈમાં કરીમ લાલા અને હાજી મસ્તાનની ગેંગનો દબદબો હતો. પરંતુ આ બંને ગેંગસ્ટરોને પાછળ છોડી દાઉદ ગુનાખોરીની દુનિયાનો તાજ પોતાના શિરે કરી લીધો.
દાઉદની પહેલી ધરપકડ તેમના પિતાએ જ કરી હતી
શેખ ઈબ્રાહિમ અલી કાસકર દાઉદના પિતા કે જે વફદાર પોલીસ અધિકારી હતા. એકવાર તેમને જ તેમના પુત્રનો કેસ તપાસ માટે સોંપવામાં આવ્યો. આ કેસમાં તપાસ હાથ ધરતા દાઉદ વિશે જાણ થઈ. દાઉદના બે સાથીઓની સાથે તેની ધરપકડ કરી. આ રીતે પહેલી વખતે દાઉદની ધરપકડ તેમના પિતા દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસ હજુ પુધોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. એટલું જ નહીં તેના પિતાએ દાઉદને બેલ્ટ વડે માર પણ માર્યો હતો.
ADVERTISEMENT
દાઉદ ઈબ્રાહિમને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર
2011માં ફોર્બ્સ મેગેઝીને વિશ્વના ટોપ-10 ગુનેગારોની યાદી જાહેર કરી હતી, જેમાં દાઉદ ઈબ્રાહિમને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ગણવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે ન પકડાયો. ત્યારબાદ એવી ઘણી વાતો સામે આવી હતી કે તે પાકિસ્તાનમાં રહે છે.મુંબઈ બોમ્બ વિસ્ફોટ 12 માર્ચ 1993 ના રોજ થયા હતા, જેમાં 257 લોકો માર્યા ગયા હતા અને 700 ઘાયલ થયા હતા. આ વિસ્ફોટો પાછળ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો હાથ હોવાનું કહેવાય છે. મુંબઈ હુમલા પહેલા જ દાઉદ દુબઈમાં જતો રહ્યો હતો અને ત્યાંથી મુંબઈ પર રાજ કરતો હતો. દાઉદ વિશે એવી પણ વાતો સામે આવી હતી કે તે પાકિસ્તાનથી પોતાનું નેટવર્ક ચલાવતો હતો.
ADVERTISEMENT
દાઉદનો પરિવાર
દાઉદને ફરઝાના તુંગેકર, હસીના પારકર (બંને મૃતક), મુમતાઝ શેખ અને સઈદા પારકર ચાર બહેનો છે. દાઉદ દુબઈ ભાગી ગયા પછી તેના સાળા ઈબ્રાહિમ પારકરે તેનો બિઝનેસ સંભાળવાનું શરૂ કર્યું, પરંતુ અરુણ ગવળી ગેંગે તેની હત્યા કરી હતી. ત્યારબાદ હસીના પારકરે બિઝનેસ સંભાળ્યો પરંતુ તેનું હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું. આ સિવાય દાઉદને બે પત્નીઓ છે અને ત્રણ સંતાનો છે જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. દાઉદની મોટી પુત્રી માહરૂખના લગ્ન 2006માં પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયા હતા. જ્યારે તેની બીજી પત્ની વિશે કોઈ જાણતું નથી.
ADVERTISEMENT
દાઉદ ઈબ્રાહિમની પાસે કેટલી સંપત્તિ?
ફોર્બ્સ અનુસાર, દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) અત્યાર સુધીના સૌથી ધનિક ગેંગસ્ટરોમાંથી એક છે. 2015માં ફોર્બ્સે દાઉદ ઈબ્રાહિમની કુલ સંપત્તિ (Dawood Ibrahim Net Worth) 6.7 બિલિયન યુએસ ડોલર (લગભગ રૂ. 55 હજાર કરોડ) હોવાનો અંદાજ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની શહેરમાં દાઉદના 3 આલીશાન મકાનો પણ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ કરાચીના ડી-13, બ્લોક-4, ક્લિફ્ટનમાં 6,000 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલા આલીશાન બંગલામાં રહે છે. અહીં કરાચીનો નો-ટ્રેસ્પેસ ઝોન છે અને ત્યાં પાકિસ્તાની રેન્જર્સનો લોખંડી બંદોબસ્ત હોય છે.
ADVERTISEMENT