Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહિમને લઈ બે-ત્રણ કલાકમાં આવી શકે છે મોટા સમાચાર, પાકિસ્તાની મહિલા પત્રકાર દ્વારા ચોંકાવનારો ખુલાસો
Dawood Ibrahim : આજે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે દાઉદને…
ADVERTISEMENT
Dawood Ibrahim : આજે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે દાઉદને ઝેર આપવામાં આવતા તેની હાલત નાજુક છે. આ વચ્ચે એક પાકિસ્તાનના એક મહિલા પત્રકારનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. જેનાથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ મહિલા પત્રકારે દાવો કરતાં કહ્યું કે, આગામી બે ત્રણ કલાકમાં દાઉદ ઈબ્રાહીમને લઈ મોટી ખબર આવી શકે છે. દાઉદ ઈબ્રાહીમ ઉપર સાંજ સુધીમાં અથવા તો રાત સુધીમાં કોઈ સમાચાર સામે આવી શકે છે તેવો મહિલા પત્રકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ઠપ
આ દરમિયાન એવા સમાચાર છે કે સમગ્ર પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ઠપ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ડાઉન છે. યુઝર્સ પરેશાન જોવા મળી રહ્યા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રવિવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની વર્ચ્યુઅલ રેલી હતી. રેલીના કારણે માહોલ ખરાબ ન થાય, એટલા માટે રેલી પહેલા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક લોકો તેને દાઉદ ઈબ્રાહિમ સાથે પણ જોડી રહ્યા છે.
દાઉદ ઈબ્રાહિમની પાસે કેટલી સંપત્તિ?
ફોર્બ્સ અનુસાર, દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) અત્યાર સુધીના સૌથી ધનિક ગેંગસ્ટરોમાંથી એક છે. 2015માં ફોર્બ્સે દાઉદ ઈબ્રાહિમની કુલ સંપત્તિ (Dawood Ibrahim Net Worth) 6.7 બિલિયન યુએસ ડોલર (લગભગ રૂ. 55 હજાર કરોડ) હોવાનો અંદાજ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની શહેરમાં દાઉદના 3 આલીશાન મકાનો પણ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ કરાચીના ડી-13, બ્લોક-4, ક્લિફ્ટનમાં 6,000 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલા આલીશાન બંગલામાં રહે છે. અહીં કરાચીનો નો-ટ્રેસ્પેસ ઝોન છે અને ત્યાં પાકિસ્તાની રેન્જર્સનો લોખંડી બંદોબસ્ત હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT