દસાડા બેઠકના નેતાઓ છે દમદાર, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ અને ઇતિહાસ
અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણાઈ તેટલા જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે તમામ બેઠક પરના ઉમેદવાર પણ નક્કી થઈ ચૂક્યા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણાઈ તેટલા જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે તમામ બેઠક પરના ઉમેદવાર પણ નક્કી થઈ ચૂક્યા છે. ત્યારે સુરેન્દ્રનગરની દસાડા બેઠક પર દમદાર નેતાઓએ નેતૃત્વ પૂરું પડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા બેઠક પર 2022ની ચૂંટણી માટે 9 ઉમેદવારો મેદાને છે ત્યારે આ બેઠક પરના ઉમેદવારો અને રાજકીય ઇતિહાસ રસપ્રદ છે.
જિલ્લાની બેઠકો
સુરેન્દ્રનગર જિલ્લા 5 વિધાનસભાની બેઠકો આવેલી છે જેમાં દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે.
જ્ઞાતિનું સમીકરણ
આ બેઠક પર કોઈ એક જ્ઞાતિનો પ્રભાવ જોવા મળતો નથી પરંતુ તળપદા કોળી, ચુવાળીયા કોળી, દલિત, પટેલ, મુસ્લિમ સહિતના મતદારો જ્ઞાતિના સમીકરણોમાં જોવા મળે છે. બેઠક પર તળપદા કોળી 11.6 ટકા, ચુવાળીયા કોળી 15.5 ટકા, દલિત 13.2 ટકા, પટેલ 10.47 ટકા, મુસ્લિમ 10.92 ટકા, માલધારી 6.77 ટકા અને રાજપૂત સમાજ 5.49 ટકા છે.
ADVERTISEMENT
બેઠકમાં આ ગામનો સમાવેશ થાય છે
દસાડા વિધાનસભા બેઠકમાં દસાડા તાલુકો, લખતર તાલુકો અને પાટડી તાલુકાના મોતી કાળેચી, નાની કાળેચી, ગડથલ, જલિયાળા, ભગવાનપર, રાણાગઢ, ફુલવાડી, રોજાસર, ધલવાણા, મુલબાવલા, દિગ્વિજયગઢ, ધીરજગઢ, પરલી, ભથાણ, લક્ષ્મીસર, શિયાણી, જંબુ, પરમાર વગેરે ગામોનો સમાવેશ થાય છે.
ભૌગોલીક સ્થિતિ
દસાડા તાલુકો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતું કેન્દ્ર છે. સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.
ADVERTISEMENT
દસાડા બેઠક પર મતદારો
દસાડા બેઠક પર કુલ 2,64,354 મતદારો નોંધાયા છે. જેમાંથી 1,37,441 પુરુષ મતદાર છે. જ્યારે 1,26, 913 સ્ત્રી મતદાર છે.
ADVERTISEMENT
1975થી અનામત બેઠક
દસાડા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. દસાડા બેઠક 1972ની ચૂંટણી સુધી સામાન્ય બેઠક હતી. 1975ની ચોથી ચૂંટણીથી દસાડા બેઠક SC માટે અનામત કરવામાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નૌશાદ સોલંકી ભાજપના સિનિયર લીડર રમણલાલ વોરા સામે 3728 મતની સરસાઈથી જીત્યા હતા.
ભાજપના દિગ્ગજ નેતાએ ચાખ્યો હારનો સ્વાદ
રમણલાલ વોરા બીજેપીના ટોચના દલિત ચહેરાઓમાંથી એક છે. આ પહેલાં તેઓ સાબરકાંઠાની ઇડર સીટથી ચૂંટણી લડતા હતા. 1995થી માંડીને 2012 સુધી યોજાયેલી પાંચ ચૂંટણીમાં રમણલાલ વોરાને ઇ઼ડર સીટ પરથી સફળતા જ મળી છે. જો કે ગત વખતે પક્ષે તેમને દસાડા પરથી ચૂંટણી લડાવવામાં આવી હતી અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર નૌશાદ સોલંકી સામે હારનો સ્વાદ ચાખ્યો હતો.
જોવા લાયક સ્થળો
કચ્છનું નાનું રણ, ખારા ઘોડા મીઠાના અગર, પાટડી, શક્તિ માતા મંદિર- ધામા, ઘુડખર અભયારણ્ય, પીપળી ધામ, ગેડીયા કાળિયા ઠાકરની જગ્યા વગેરે શહેરની મહત્વની ઓળખ સમાન છે.
દસાડાના દમદાર નેતાઓ
દસાડાના પહેલાં ધારાસભ્ય રસીકલાલ પરીખ 1954થી 1956 સુધી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા, જ્યારે તેઓ 1લી, 2જી અને 5મી લોકસભામાં સુરેન્દ્રનગર બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. રસીકલાલ પરીખ જીવરાજ મહેતાની સરકારમાં ગુજરાતના પહેલાં ગૃહ અને મહેસુલ મંત્રી હતા. તેમણે ઉદ્યોગ મંત્રી તરીકે પણ કામગીરી સંભાળી હતી. જ્યારે ભાજપમાંથી 3 વાર ચૂંટાયેલા ફકીરભાઈ વાઘેલા રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હતા.
દસાડા બેઠકના ઉમેદવારો
- ભાજપ- પરસોત્તમભાઈ પરમાર
- કોંગ્રેસ- નૌશાદ સોલંકી
- આપ- અરિવંદ સોલંકી
- આદી ભારત પાર્ટી- મહેશ રાઠોડ
- બહુજન મુક્તિ પાર્ટી- મોર્ય મિતવર્ધન
- બસપા- વાજુ સોલંકી
- અપક્ષ- આનંદ રાઠોડ
- અપક્ષ- રૈવા વાઘેલા
- અપક્ષ- ઉકા મકવાણા
રાજકીય ઇતિહાસ
દસાડામાં અત્યાર સુધી થયેલી કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસ 6 વાર, ભાજપ 5 વાર જ્યારે સ્વતંત્ર પક્ષ અને અપક્ષ 1-1 વાર વિજયી થયા છે.
વર્ષ જીતેલ ઉમેદવાર પક્ષ
2017- નૌશાદ સોલંકી- INC
2012- પુનમભાઈ મકવાણા- BJP
2007- શુંભુપ્રસાદ ટુંડિયા- BJP
2002- મનહરલાલ મકવાણા- INC
1998- ફકીરભાઈ વાધેલા- BJP
1995- ફરીકભાઈ વાધેલા- BJP
1990- ફકીરભાઈ વાધેલા- BJP
1985- શ્રીમાળી ચંદ્રાબેન- INC
1980- ચાવડા શાંતાબેન – INC
1975- રાઠોડ ભીમાભારી- IND
1972- ઈન્દ્રસિંહ ઝાલા- INC
1967- સી સી પોપટલાલ- SWA
1962- રસીકલાલ પરીખ- કોંગ્રેસ
ADVERTISEMENT