IIT મુંબઈ દર્શન સોલંકી આપઘાત: જીગ્નેશ મેવાણીએ SIT તપાસ અને પરિવારને રૂ.50 લાખ સુધીના વળતરની કરી માંગ
અમદાવાદ: ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાં અમદાવાદના એક 18 વર્ષના વિદ્યાર્થીએ ગત 12 ફેબ્રુઆરીના રોજ હોસ્ટેલના આઠમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધાનો બનાવ બન્યો…
ADVERTISEMENT
અમદાવાદ: ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાં અમદાવાદના એક 18 વર્ષના વિદ્યાર્થીએ ગત 12 ફેબ્રુઆરીના રોજ હોસ્ટેલના આઠમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. બનાવ અંગે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી હતી. ત્યારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આ મામલે SITની રચના કરીને તપાસ કરાવવાની માગણી કરી છે.
3 મહિના પહેલા ભણવા ગયો હતો દર્શન સોલંકી
અમદાવાદના દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ સાડા ત્રણ મહિના પહેલા જ IIT બોમ્બે જોઈન કર્યું હતું અને બીટેકનો વિદ્યાર્થી હતો. શનિવારે જ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હતી અને બીજા દિવસે તેણે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. એવામાં અનેક અટકળો ઉઠી રહી હતી.
25થી 50 લાખનું વળતર આપવા જીગ્નેશ મેવાણીની માંગ
જીગ્નેશ મેવાણીએ PM મોદીને અપીલ કરીને કહ્યું છે કે, ‘ગુજરાત PM મોદીનું છે અને તેમણે એકવાર અહીં આવીને પીડિત પરિવારને મળવું જોઈએ. ઉનાકાંડ બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે મારા દલિત ભાઈઓને મારતા પહેલા મને મારો. હવે પીએમએ આવવું જોઈએ.’ આ સાથે તેમણે ગુજરાત સરકારને અપીલ કરતા કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારે પણ પીડિત દલિત પરિવારની મદદ કરવી જોઈએ. તેમણે પીડિત પરિવારને રૂ.25તી 50 લાખનું વળતર આપવા માંગ કરી છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસ અમદાવાદમાં દર્શનના પરિવારને મળી
આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ અમદાવાદ પહોંચી હતી. મુંબઈ પોલીસે દર્શન સોલંકીના પરિવાર સાથે વાતચીત કરી હતી, જોકે કેસને લઈને તેમણે કોઈ પણ વાત કહેવાથી ઈનકાર કરી દીધો હતો. નોંધનીય છે કે, દર્શનના માતા-પિતા દીકરાએ આપઘાત ન કર્યો હોવાનું કહી રહ્યા છે. તેમના મુજબ કોલેજમાં તેમના દીકરાનું રેગિંગ કરવામાં આવતું હતું. કેમ્પસમાં સીસીટીવી કેમેરા પણ ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT