વડોદરામાં સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની મૂર્તિના અનાવરણ પહેલા દર્શન, PM કરી શકે અનાવરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક વડોદરા: શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની મોટી મૂર્તિ મુકવામાં આવી છે. હાલ મૂર્તિને સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મૂર્તિનું શિવરાત્રી પર અનાવરણ કરવાનું આયોજન છે. હાલ આ મૂર્તિ પર સફેદ કપડું ઓઢાડી દેવામાં આવ્યું છે. જો કે સુસવાટા મારતા પવનના કારણે આજે મૂર્તિ પરનું સફેદ કાપડ ફાટી ગયું હતું. અને અનેક શહેરીજનોએ સુવર્ણજડિત શિવજીના દર્શન કર્યા હતા. જો સુસવાટા મારતી હવા સાથ આપે તો સંપૂર્ણ કાપડ હટી શકે તેમ છે. મુખારવિંદ જોઈને નગરજનો આપોઆપ અભિભૂત થઇ ને બે હાથ જોડીને દેવોના દેવ મહાદેવ સમક્ષ નત મસ્તક નમાવતા જોવા મળ્યાં હતા.વડોદરાના મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે. જે પોતે એક અલગ ઇતિહાસ ધરાવે છે. થોડાક વર્ષો પહેલા શિવભક્ત ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સુરસાગરના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સુવર્ણજડિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદેશી શિવભક્તોનો સાથ મળતા કામગીરીએ વેગ પકડ્યો હતો. તાજેતરમાં જ સર્વેશ્વર મહાદેવની મૂર્તિ સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી. પરંતુ આ મૂર્તિનું અનાવરણ શિવરાત્રીએ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાના કારણે હાલ તેના પર સફેદ કાપડ ઓઢાડી દેવામાં આવ્યું છે. ત્યારે ભારે પવનના કારણે આ કાપડ હતી જતાં  સુવર્ણ જડિત શિવજીનો મુખારવિંદ સહિતનો કેટલોક ભાગ દેખાવા લાગ્યો હતો. સુરસાગર પાસેથી પસાર થતા લોકોએ સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાના વીડિયો ઉતાર્યા હતા.

16 કિલો સુવર્ણથી બની છે મૂર્તિ
વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ પ્રતિમા ઉપર 7.5 કરોડના ખર્ચે 16 કિલો સોનુ ચઢાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: નર્મદા જયંતીની કરવામાં આવી ઉજવણી, ભક્તોએ 1100 ફૂટની સાડી કરી અર્પણ

ADVERTISEMENT

વડાપ્રધાન મોદીના હસ્તે થઈ શકે છે અનાવરણ
સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત મૂર્તિનું અનાવરણ મહાશિવરાત્રીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ શકે છે. ત્યાં સુધી ભોળાનાથને સફેદ વસ્ત્રથી ઢાંકી દેવામાં આવ્યાં હતાં પણ છેલ્લા ચાર પાંચ દિવસથી આ કાપડ ફાટતું જઈ રહ્યું છે. ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે આમંત્રણ પાઠવવામા આવ્યું છે. જોકે, હજુ સુધી કોઈ ચોક્કસ આધારભૂત માહિતી નથી મળી. ત્યારે અનાવરણ સુધી મૂર્તિને ઢાંકી દેવામાં આવી છે. તો થશે સંપૂર્ણ દર્શન
પણ વતવારણને કઈ અલગ જ મંજુર છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં સુસવાટા મારતા પવનનો અનુભવ થઇ રહ્યો છે. જેને કારણે સર્વેશ્વર મહાદેવ પર લગાડવામાં આવેલું કાપડનું આવરણ ફાટી ગયું છે. અને રાહદારીઓને આજે શિવજીના સુવર્ણજડિત મુખારવિંદના દર્શન થયા હતા. રાહદારીઓના મતે જો શહેરની હવા સાથ આપે તો સુવર્ણજડિત શિવજીના સંપૂર્ણ દર્શન થઈ શકે તેમ છે. આવનાર સમયમાં શિવજીની મૂર્તિ ફરી નવેસરથી ઢાંકી દેવામાં આવે છે કે પછી હવા સાથ આપે છે તે જોવું રહ્યું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT