લગ્નસમારંભમાં સિલિન્ડર બ્લાસ્ટ, વરરાજાના માતા-પિતા સહિત 22 લોકોનાં મોત
જોધપુર : રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારમાં ભૂંગરા ગામમાં એક ખુબ જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારના ભુંગરા ગામમાં સિલિન્ડર…
ADVERTISEMENT
જોધપુર : રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારમાં ભૂંગરા ગામમાં એક ખુબ જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં જોધપુર જિલ્લાના શેરગઢ વિસ્તારના ભુંગરા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં વરરાજાના પિતા અને ભત્રીજાનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10 તો બાળકોનાં જ મોત નિપજ્યાં છે. હાલ જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહીં કુલ 36 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં 19 ની સ્થિતિ ગંભીર છે.
શેરગઢના ભૂંગરા ગામમાં લગ્ન સમારંભનું આયોજન
શેરગઢના ભૂંગરા ગામમાં લગ્ન સમારંભમાં થયેલા બ્લાસ્ટથી આસપાસના વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાયો હતો. જ્યારે સતત થઇ રહેલા મૃત્યુના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીન વાતાવરણ છે. જે ગલી અને મહોલ્લામાંથી જાન નિકળી હતી ત્યાં આજે અર્થીઓ નિકળી રહી છે. જે ઘરમાં શરણાઇના સુર ગુંજી રહ્યા હતા ત્યાં ગમનું વાતાવરણ છે.
મુખ્યમંત્રીના રાહતફંડમાંથી તમામને સહાય આપશે
મુખ્યમંત્રી અશોક ગહલોત ગત્ત શુક્રવારે ઘાયલોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મૃતકોના આશ્રિતોને ચિરંજીવી યોજના હેઠળ 5-5 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ઘાયલોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT