માનવતા મહેકી! વલસાડમાં ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત જવાનોએ લગ્નમાં હાજરી આપી કર્યું કન્યાદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી/વલસાડ: વલસાડ જીલ્લામાં એક તરફ ચૂંટણીનો માહોલ છે, તો બીજી તરફ ચૂંટણીમાં ફરજ નિભાવતા સી.આર.પી.એફ.ના જવાનોએ થઈ માનવતાની મોટી મિશાલ બતાવી છે. સરહદ પર દિવસ-રાત જાગીને દેશની રક્ષા કરતા જવાનો દેશ સેવા સાથે સાથે સમાજસેવામાં પણ હંમેશા આગળ રહેતા હોય છે. વલસાડમાં પણ આ પ્રકારની જ ઘટના જોવા મળી જેમાં સી.આર.પી.એફના જવાનોએ યુવતીના લગ્નમાં હાજરી આપી તેનું કન્યાદાન કર્યું હતું.

મેરેજ હોલમાં જ જવાનોને રોકાણ અપાયું છે
હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી હોવાથી સી.આર પી.એફ સી/આર.10 બટાલિયન ની એક ટીમ પારડી ખાતે કાર્યરત છે. તેઓ પારડી ખાતે આવેલા પ્રજાપતિ મેરેજ હોલમાં રોકાયેલા છે. આ પ્રજાપતિ મેરેજ હોલ ખાતે ગઈકાલે પારડી ચીવલ રોડ ખાતે રહેતા વિજયભાઈ ભીખુભાઈ પંચાલની પુત્રી નિધિના લગ્ન બીલીમોરા ખાતે રહેતા નિરંજન નીછાભાઈ અમલસાડિયાના પુત્ર દેવ સાથે હતા. આ પ્રજાપતિ મેરેજ હોલ ખાતે સવારથી જ લગ્નની વિધિ ચાલી રહી હતી અને બપોર સુધીમાં વરઘોડો લઈ વરરાજા દેવ પણ જાન લઇ આવી પહોંચ્યા હતા.

ADVERTISEMENT

લગ્ન જોઈને જવાનોને આવી પરિવારની યાદ
મેરેજ હોલના ઉપરના માળે રહેતા સી.આર.પી એફ.ના જવાનો એ સવારથી લગ્ન વિધિ નિહાળી ઘણા સમયથી પોતાના ઘર, કુટુંબ અને બહેન દિકરીઓથી દૂર રહેતા જવાનો લાગણીશીલ બની ગયા હતા અને સર્વે જવાનોએ ભેગા થઈ લગ્ન કરી રહેલી નિધિનું કન્યાદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરિવારે પણ તેમની આ વાતને સ્વીકારી તેમને કન્યાદાન કરવાની તક આપી હતી. જે બાદ જવાનોએ પિતા અને ભાઈની ફરજ નિભાવી નિધિનું કન્યાદાન કર્યું હતું. આ સમયે સર્વે જવાનો સહિત ઉપસ્થિત કન્યા અને વર બન્ને પક્ષના મહેમાનોની આંખમાં હર્ષના આસું છલકાયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT