કરોડો ભારતીયોનું વર્લ્ડ કપનું સપનું રોળાયું, શૂટઆઉટમાં મળ્યો પરાજય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભુવનેશ્વર : ભારતીય હોકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. 22 જાન્યુઆરીએ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાઇ રહેલી ક્રોસ ઓવર મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડને શુટઆઉટમાં 5-4 થી પરાજિત કરી હતી. નિર્ધારિત 60 મિનિટ સુધી બંન્ને ટીમો 3-3 થી બરાબરી પર ચાલી રહી હતી. જેના કારણે મેચ શુટઆઉટ પર પહોંચી હતી. જેમાં ભારતનો પરાજય થયો હતો. આ સાથે જ ભારતનો વર્લ્ડ કપ જીતવાનું સપનું તુટી ગયું હતું. ભારતીય ટીમ 1975 માં એકવાર જ વર્લ્ડકપ જીતી શકી છે.

નિર્ધારિત સમયની અંદર ભારત તરફથી લલિત ઉપાધ્યાય, સુખજીતસિંહ, વરૂણ કુમારે ગોલ ફટકાર્યા હતા. બીજી તરફ કીવી ટીમ દ્વારા સૈન લેન, કેન રલેસ અને સીન ફિંડલેએ ગોલ સ્કોર કર્યો હતો. ભારતીય ટીમ લીગ સ્ટેજ દરમિયાન ગ્રુપ ડીમાં બીજા સ્થાન પર રહી હતી. જેના કારણે તેને ક્રોસઓવર મેચમાં ઉતરવું પડ્યું. ભારતના ત્રણ મેચમાં બે જીત અને એક ડ્રોથી 7 પોઇન્ટ રહ્યા. ઇંગ્લેન્ડના પણ એટલા જ પોઇન્ટ હતા. જો કે તેનો ગોલ સરેરાશ દર ઉચો હોવાના કારણે તેણે સીધો જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સાથે થશે.

शूटआउट

ADVERTISEMENT

કરોડો ભારતીયોનું વર્લ્ડકપનું સપનું રોળાયું, શૂટઆઉટમાં મળ્યો પરાજય
પહેલા ક્વાર્ટરમાં બંન્ને ટીમો વચ્ચે ખુબ જ રસાકસી રહી હતી. બંન્ને ટીમો કોઇ ગોલ કરી શકી નહોતી. જો કે રમતની 12 મી મિનિટે ભારતને જરૂરી પેનલ્ટી કોર્નર મળ્યું હતું જેનો ઉપયોગ ભારત કરી શક્યું નહી. બીજુ ક્વાર્ટર રોમાંચથી ભરપુર રહ્યું હતુ. આ ક્વાર્ટરમાં કુલ ત્રણ ગોલ થયા હતા. સૌથી પહેલા લલિત ઉપાધ્યાય (17 મી મિનિટે) શાનદાર ફીલ્ડ ગોલ કરીને ભારતીય ટીમને 1-0 ની લીડ અપાવી હતી.

જો કે ત્યાર બાદ ભારતને ચાર મિનિટની અંદર ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા જેમાં એક ગોલ થયો. ભારતીય ટીમ 2-0 થી આગળ થઇ ગઇ હતી. ભારત માટે પેનલ્ટી કોર્નર પર આ ગોલ સુખજીતસિંહ (24 મી મિનિટે) ગોલ ફટકાર્યો હતો. રમતની 28 મી મિનિટી ન્યૂઝીલેન્ડની ટીમ બઢતને ઘટાડવામાં સફળ રહ્યા. જ્યારે સૈમ લેનના શોટને ભારતીય ગોલકીપર રોકવામાં નિષ્ફળ રહ્યો હતો.

ADVERTISEMENT

ત્રીજુ ક્વાર્ટર પણ ખુબ જ રોમાંચક રહ્યું હતું. ભારતીય ટીમે કીવિયો પર પ્રેશર બનાવ્યું, જો કે તેમ છતા ક્વાર્ટરમાં એક ગોલની સાથે જ એક વધારે ગોલ ગુમાવી બેઠા. 39 મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો જે બેકાર જતો રહ્યો. 40 મિનિટે વરૂણ કુમારે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યા હતા. આ સ્કોર ભારતના પક્ષમાં 3-1 થી ગયો. 43 મી મિનિટે ભારતીય ડિફેન્સે ભુલ કરી અને ન્યુઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યું. પેનલ્ટી કોર્નર પર કેન રસેલ ગોલ કરવામાં સફળ રહ્યો. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ વિખેતારી જોવા મળી. જેનો ફાયદો ઉઠાવતા એક ગોલ ફટકાર્યો અને જેના પગલે આખરે મેચ શુટઆઉટમાં જતી રહી હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT