‘લોર્ડ’ શાર્દુલ ઠાકુરે લગ્ન બાદ પત્ની માટે કરી ભાવુક પોસ્ટ, ફેરાથી લઈને જાન સુધીના વીડિયો સામે આવ્યા
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે મંગેતર મિતાલી પારુલકર સાથે ગઈકાલે લગ્ન કર્યા. ક્રિકેટરના ઘણા ફેન પેજ પર તેના ફેન્સ માટે લગ્નની અલગ-અલગ…
ADVERTISEMENT
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે મંગેતર મિતાલી પારુલકર સાથે ગઈકાલે લગ્ન કર્યા. ક્રિકેટરના ઘણા ફેન પેજ પર તેના ફેન્સ માટે લગ્નની અલગ-અલગ પળોની તસવીરો શેર કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરના લગ્નની વિધિઓ પૂર્ણ થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા શાર્દુલ રિતિકાના લગ્ન સમારોહમાં હાજરી આપતા જોવા મળ્યા હતા શ્રેયસ અય્યર, યજુવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ શાર્દુલ-મિતાલીના લગ્નમાં જોવા મળ્યા હતા.
મરાઠી રીત-રિવાજ મુજબ થયા લગ્ન
બંનેના લગ્ન મહારાષ્ટ્રમાં આયોજિત કરવામાં આવ્યા હતા અને મરાઠી રીતિ-રિવાજ મુજબ આ લગ્ન થયા. લગ્ન સંપૂન્ન થયા બાદ શાર્દુલ ઠાકુરે પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અને મિતાલી સાથે સાત ફેરા લીધા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
View this post on Instagram
લગ્ન બાદ શાર્દુલે કરી ભાવુક પોસ્ટ
શાર્દુલે પોતાની પોસ્ટમાં લખ્યું છે, મારા સારા અને ખરાબ સમયમાં સાથ આપવા માટે આભાર. તમારી સાથે મેં જીવન જીવવાની સાચી રીત શીખી. હું અત્યારથી અંત સુધી તમારો દોસ્ત બનવાનો વાયદો કરું છું.
ADVERTISEMENT
View this post on Instagram
ADVERTISEMENT
કોણ છે શાર્દુલની પત્ની મિતાલી?
શાર્દુલની થનારી દુલ્હન મિતાલી એક બિઝનેસવુમન છે. તે ‘ધ બેક્સ’ની સંસ્થાપક છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. મિતાલી મોડલિંગ પણ કરી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5 હજારથી વધારે ફોલોઅર્સ છે. ફેબ્રુઆરી 2020માં મિતાલી પારુલકરે પોતાની બેકરી કંપની શરૂ કરી હતી, જેનું નામ ‘ઓલ ધ જૈજ- લક્ઝરી બેકર્સ’ છે.
View this post on Instagram
ADVERTISEMENT