વેલેન્ટાઈન્સ-ડે પર ફરી લગ્નના બંધનમાં બંધાયો ક્રિકેટર Hardik Pandya, જુઓ વેડિંગની એક્સક્લુઝિવ તસવીરો
Hardik Pandya: ટીમ ઈન્ડિયાના ટી-20 કેપ્ટન અને ધાકડ ઓલકાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર લગ્ન કર્યા છે. મોડલ અને એક્ટર નતાસા સ્ટાનકોવિચ સાથે રાઈવેટ લગ્નને 3…
ADVERTISEMENT
Hardik Pandya: ટીમ ઈન્ડિયાના ટી-20 કેપ્ટન અને ધાકડ ઓલકાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર લગ્ન કર્યા છે. મોડલ અને એક્ટર નતાસા સ્ટાનકોવિચ સાથે રાઈવેટ લગ્નને 3 વર્ષ પૂરા થયા બાદ આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે ઉદેપુરમાં ક્રિકેટરે ખ્રિસ્તી રીતિ રિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા હતા. જેમાં હાર્દિક અને નતાસાના નિકટના સંબંધીઓ હાજર રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ વેડિંગની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
2020માં હાર્દિક-નતાશાના લગ્ન થયા હતા
મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા ઈન્ડસ્ટ્રીના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. બંનેનો એક દીકરો પણ છે. આ બંનેએ 1લી જાન્યુઆરી 2020એ સર્બિયાની મોડલ નતાશા સાથે સગાઈ કરી હતી. કોર્ટમાં લગ્નમાં થયા બાદ લગભગ 7 મહિને હાર્દિક પિતા બન્યો હતો.
ADVERTISEMENT
પંડ્યાએ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું. હવે આ બંને પારંપરિક રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે પહેલા એક સામાન્ય કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે એક ભવ્ય લગ્ન થશે. જેમાં ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ પણ સામેલ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT