સી.આર.પાટીલે લીધી છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત, ચૂંટણી પહેલા નવા-જૂનીના એંધાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રથમ તબક્કાના ઓછા મતદાનને લઈ નેતાઓની મૂંઝવણમાં વધારો થયો છે. આ સાથે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે. જેને લઈને નેતાઓ લડી લેવાના મૂડમાં છે. આ દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલે આજે અચાનક છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. સી આર પાટીલ સાંસદ ગીતા રાઠવા સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી.  પાટીલે વધુ મતદાન થાય તેના પર નેતાઓને ફોકસ રાખવા કહેવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ નેતાઓ માટે આજે લડી લેવાનો દિવસ છે. એક તરફ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન ઓછું થયું છે ત્યારે બીજી તરફ તેની ભરપાઈ એટ બીજો તબક્કો એક અવસર છે. આ દરમિયાન આજે બીજા તબક્કાના મતદાન માટે પ્રચારના 5 વાગે શાંત થશે ત્યારે આ પહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે છોટાઉદેપુર જિલ્લા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. આદિવાસ સમાજની વર્ચસ્વ વાળી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠક માટે સી આર પાટીલે રણનીતિ ઘડી હતી. આ સાથે જ સૂત્રો પાસે થી મળતી માહિતીથી જાણવા મળ્યું કે સી આર પાટીલે વધુ મતદાન થાય તેના પર નેતાઓને ફોકસ રાખવા કહેવામાં આવ્યું છે.

મુલાકાત અંગે પાટીલે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાની તૈયારી અને તેમના પ્લાનિંગનું અવલોકન કરવા અને કોઈ સૂચનો હોય તો તે લેવા માટે મુલાકાત કરી છે. પ્રથમ તબક્કામાં મતદાન થયું છે તેમાં 2017 કરતાં વધુ મત પડ્યા છે. લગભગ 10 લાખ મત પડ્યા છે. જેના કારણે અમે મોટી લીડથી જીતીશું.

ADVERTISEMENT

બીજા તબક્કામાં આ જિલ્લાઓમાં થશે મતદાન 
 બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારના 14 જિલ્લાઓમાં મતદાન થશે. જેમાં બનાસકાંઠા (09), પાટણ (04), મહેસાણા (07), સાબરકાંઠા (04), અરવલ્લી (03), ગાંધીનગર (05), અમદાવાદ (21), આણંદ (07), ખેડા (06), મહિસાગર (03) ) પંચમહાલ (05), દાહોદ (06), વડોદરા (10) અને છોટાઉદેપુર (03) બેઠકો માટે મતદાન થશે.

પ્રથમ તબક્કામાં  કુલ 63.14 ટકા મતદાન થયું
ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્‍છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.89 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT