COVID UPDATE: બનાસકાંઠામાં 2 દર્દીઓના મોત, વધુ કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠાઃ ગુજરાતમાં કોવિડ કેસો વચ્ચે બનાસકાંઠામાં કોરોનાગ્રસ્ત બે દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે દરરોજ અહીં જે પ્રમાણે ટેસ્ટ થતા હોય છે એમાં વધુ 2 દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા છે. જોકે મૃત્યુઆંક 2 પર પહોંચતા સ્થાનિકોમાં ફરીથી કોવિડ પ્રત્યે સજાગ થવાનો સંદેશો પહોંચ્યો છે. અત્યારે આ તમામ વિગતો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

બનાસકાંઠામાં કોરોનાથી મૃત્યુ પામેલા બે દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી જોવામાં આવી હતી. જેમાં એક 25 વર્ષીય દર્દીનું મોત પણ થયું છે. જોકે વિગતો પ્રમાણે તે 2 વર્ષથી બીમાર હતો અને પછી કોવિડ પોઝિટિવ આવતા તેનુ મોત થયું છે.તેને ફેફસાનું ઇન્ફેક્શન થતાં સારવાર ચાલતી હતી અને બાદમાં ટીબી થયો હતો.જેનું ફેફસાંનું ફંગલ ઇન્ફેક્શન વધતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ

ADVERTISEMENT

જોકે તેની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. જ્યારે અન્ય થરાદનાં તખુવા ગામનો 18 વર્ષનો ખેતીકામ કરતો યુવક એક મહિનાથી બીમાર હતો અને કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે મૃત્યુ પામ્યો હતો.

કોરોના RTPCR અને એન્ટીજન ટેસ્ટ કામગીરી તેજ કરાઈ …
જિલ્લામાં RTPCR અને એન્ટીજન સેમ્પલ કામગીરી તેજ બનાવાઈ છે.શનિવારે 996 RTPCR જ્યારે 589 એન્ટીજન સહિત 1555 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા.જેમાં લાખણી અને થરાદના બે દર્દીઓ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

ADVERTISEMENT

જિલ્લામાં 65.18 લાખ લોકોએ વેક્સિન લીધી છે
બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન લેનારા દર્દીઓનો મોટો આંક છે.અત્યાર સુધી જિલ્લામાં 65.18 લાખ લોકોએ વેક્સિન લીધી છે.જેમાં 26.17 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 27.47 લાખ લોકોએ બંને વેક્સિનના ડોઝ લીધા છે. 1.30 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે. 11.4 લાખ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.જ્યારે હજુ જિલ્લામાં 58% લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો બાકી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર

જિલ્લા રોગ નિયંત્રિત અધિકારી ડો.જીગ્નેશ હરિયાળીની અપીલ
આ બાબતે સોશિયલ મીડિયા તેમજ પ્રચાર માધ્યમો દ્વારા વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં કામ કરતા મેડિકલ સ્ટાફ,પોલીસ,અને અન્ય કર્મચારીઓ ,વૃદ્ધો, તેમજ અશક્ત અને વિવિધ બીમારીઓથી પીડિત લોકો બૂસ્ટર ડોઝ લેવા આગળ આવે તેવી સતત અપીલ અને તે લગતું જાગૃતિ અભિયાન બનાસકાંઠા જિલ્લા રોગ નિયંત્રિત અધિકારી ડો.જીગ્નેશ હરિયાણી ચલાવી રહ્યા છે.અને વધુમાં વધુ લોકો બૂસ્ટર ડોઝ લે તેવા પ્રયત્નો પુર જોશથી કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT