સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે Covid ગાઈડલાઈન જાહેર કરાઈ, તમામ પ્રવાસીઓએ ફરજિયાત કરવું પડશે પાલન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: દુનિયાભરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશમાં ચીન, દક્ષિણ કોરિયા સહિત પાંચ દેશમાંથી આવનારા મુસાફરોનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત સરકાર પણ જાહેર સ્થળોએ લોકોના મેળાવડા થતા હોય ત્યાં માસ્ક પહેરવા અપીલ કરી રહી છે. આ વચ્ચે નર્મદામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.

માસ્ક અને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન
સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં ટ્વીટ કરીને કહેવાયું છે કે, મંગળવાર, 27 ડિસેમ્બર, 2022 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી આકર્ષણોની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ માટે કોવિડના નિયમોનું પાલન કરવું તેમજ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

ન્યૂયરના પગલે SOU ખાતે વધી પ્રવાસીઓની ભીડ
ખાસ વાત છે કે, હાલમાં નાતાલની રજાઓ તથા ન્યૂયરના પગલે મોટી સંખ્યામાં મુલાકાતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી રહ્યા છે. એવામાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે, ત્યારે પ્રવાસીઓની ભીડ વધતા તંત્ર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

કાંકરિયા કાર્નિવલમાં પણ માસ્ક ફરજિયાત
બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં પણ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક અપાઇ રહ્યા છે. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશે નહી તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અંદર જનારા લોકોને ખાસ મશીન દ્વારા સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલમાં 100 જેટલા વોલેન્ટીયર પણ રખાયા છે. આ લોકો નાગરિકો પાસે કોરોનાના નિયમોનું પાલન કરાવશે. ઉપરાંત લોકો માસ્ક ઉતારી ન દે તેની પણ તકેદારી રાખશે.

    follow whatsapp

    ADVERTISEMENT