નકલી PSI મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ગાંધીનગર: કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI મુદ્દે ગઈકાલે રાત્રે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. જે બાદ આજે મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં તેના રિમાન્ડ…
ADVERTISEMENT
ગાંધીનગર: કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI મુદ્દે ગઈકાલે રાત્રે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. જે બાદ આજે મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં તેના રિમાન્ડ લેવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, પોલીસે આરોપી મયુર તડવી સામે બે દિવસ પહેલા ગુનો દાખલ કર્યો હતો. સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા અંગે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
ડભોડા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનમાં નકલી PSI મયુર તડવી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ આદરી હતી. ગઈકાલે સાંજે મયુર તડવીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે માટે મયુર તડવીની પુછપરછ કરવી ખુબ જ જરૂરી છે. જેના કારણે મયુર તડવીની ગઇ કાલથી જ પુછપરછ ચાલી રહી હતી.
નકલી PSI બનવા માટે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઉભા કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, મયુર તડવીએ કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI બનીને પ્રવેશ મેળવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, મયુર તડવીએ ન માત્ર કરાઇ પોલીસ એકેડેમીમાં પ્રવેશ મેળવી લીધો હતો. એક મહિનાથી વધારે સમયની ટ્રેનિંગ પણ પુર્ણ કરી હતી અને એક સરકારી પગાર પણ મેળવી લીધો હતો. જો કે યોગ્ય સમયે યુવરાજસિંહે આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો. જેના કારણે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો આવું ન થયું ન હોત તો કદાચ તે સફળતા પુર્વક પોતાની ટ્રેનિંગ પુર્ણ કરીને કોઇ જિલ્લામાં નોકરી પણ મેળવી લેત. જો કે અગાઉ પણ આવા અનેક PSI પણ પાસ થઇ ગયા હોય તો નવાઇ નહી.
ADVERTISEMENT
ADVERTISEMENT