વડોદરામાં ઠંડીથી બચવા રૂમમાં તાપણું કરીને ઊંઘી જનારા દંપતીનું ગૂંગળામણથી મોત
વડોદરા: શહેરના દશરથ વિસ્તારમાં દંપતિના મૃત્યુનો એક ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજ્યભરમાં હાલ હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ઠંડીથી રક્ષણ માટે તાપણું કરીને…
ADVERTISEMENT
વડોદરા: શહેરના દશરથ વિસ્તારમાં દંપતિના મૃત્યુનો એક ચોંકાવનારો બનાવ બન્યો છે. રાજ્યભરમાં હાલ હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ઠંડીથી રક્ષણ માટે તાપણું કરીને રૂમમાં જ સૂઈ ગયેલા દંપતીનું ગૂંગળાઈ જવાના કારણે મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. હાલમાં સમગ્ર મામલે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દંપતીએ રૂમમાં તાપણું કર્યું હતું
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના દશરથથી અજોડ જવાના રસ્તે આવેલી ક્રિષ્ના સોસાયટીમાં 49 વર્ષના વિનોદભાઈ સોલંકી પોતાની પત્ની ઉષાબેન સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. શનિવારે મોડી રાત્રે ઘરમાં ઠંડી લાગતા તગારામાં કોલસા ભરીને તાપણું કર્યું હતું. ચાલુ તાપણામાં જ દંપતીને ઊંઘ આવી જતા તેઓ સૂઈ ગયા હતા.
ADVERTISEMENT
સવારે પિતાએ ફોન ન ઉપાડતા દીકરો જોવા પહોંચ્યો હતો
બીજા દિવસે તેમના દીકરાએ પિતાને ફોન કરતા તેઓ ઉપાડી નહોતા રહ્યા. આથી દીકરો ત્યાં પહોંચ્યો હતો. દરવાજો ખખડાવવા છતાં પણ અંદરથી કોઈ અવાજ નહોતો આવી રહ્યો. એવામાં દીકરાએ દરવાજો તોડીને અંદર જઈને જોતા માતા-પિતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે જોઈને દીકરો સ્તબ્ધ થઈ ગયો હતો. બીજી તરફ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગૂંગળામણથી મોત થયાનું પ્રાથમિક તારણ
પોલીસની પ્રાથમિત તપાસમાં જાણવા મળ્યું કે, ઘરના બારી-દરવાજા બંધ હતા અને દંપતી અંદર તાપણું ચાલુ રાખીને સૂઈ ગયા હતા. જેના કારણે રૂમમાં ધૂમાડો બહાર નીકળી શકે તેમ નહોતો અને રૂમમાં કાર્બન મોનોક્સાઈડ ફેલાઈ ગયો હતો. જેની અસરના કારણે ગૂંગળામણ થતા દંપતીનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT