સાવકો બાપ ઘરમાં માતા સામે જ સગીરા પર નજર બગાડતો, છોકરીએ પાડોશીના પ્લાનથી બંનેને જેલ ભેગા કરી દીધા
અમદાવાદ: શહેરમાં 17 વર્ષની સગીરા સાથે સાવકા પિતાએ માતાની સંમતિથી દુષ્કર્મ આચરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગીરાએ પિતાના આ કાંડનો ચોરીછુપીથી વીડિયો ઉતારી…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં 17 વર્ષની સગીરા સાથે સાવકા પિતાએ માતાની સંમતિથી દુષ્કર્મ આચરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગીરાએ પિતાના આ કાંડનો ચોરીછુપીથી વીડિયો ઉતારી લીધો, જેમાં તેની માતા પણ સાથ આપતી હોવાનું કેદ થઈ જાય છે. સમગ્ર મામલે કોર્ટે પોક્સોના ગુનામાં માતા-પિતાના પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
52 વર્ષની માતા અને 38 વર્ષનો પિતા
કોરોનાની મહામારી દરમિયાન 17 વર્ષની સગીરા ગેરતપરમાં તેની 52 વર્ષની માતા અને 38 વર્ષના સાવકા પિતા સાથે રહેવા માટે ગઈ હતી. તે ચાર દીકરીઓમાં સૌથી નાની છે અને તેની 3 મોટી બહેનો પરિણીત છે. ઘરમાં રહેવા આવ્યા બાદ સાવકા પિતાએ સગીરા સાથે જબરજસ્તી કરીને સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું. જ્યારે છોકરીએ સમગ્ર ઘટના અંગે પોતાની માતાને જાણ કરી તો તેમણે પણ આ બાબતે કોઈ ધ્યાન ન આપ્યું અને સાવકો પિતા જલ્દી તેની સાથે લગ્ન કરી લેશે એમ કહી દીધું.
ADVERTISEMENT
પાડોશમાં રહેતા દંપતીએ કરી છોકરીને મદદ
સમગ્ર મામલે ચિંતિત બનેલી સગીરાએ પોતાના પાડોશમાં રહેતા એક દંપતિને જાણ કરી. છોકરી યુ-ટ્યુબ પર વીડિયો બનાવતી હોવાથી દંપતીએ તેને સાવકા પિતાની કરતૂતનો ચોરીછુપીથી વીડિયો ઉતારી લેવાની સલાહ આપી. જેથી સગીરાએ સાવકા બાપનો વીડિયો ઉતારી લીધો, જેમાં તેની માતા પણ તે તેની દીકરી સાથે લગ્ન કરે ત્યાં સુદી રાહ જુએ બોલતી સંભળાય છે. બાદમાં 2021માં માતા-પિતાની આવી હેરાનગિ જોઈને પાડોશીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.
કોર્ટે માતા-પિતાને સંભળાવી 5 વર્ષની સજા
છોકરીએ પોલીસને વીડિયો આપતા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં માતા તથા સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેની ટ્રાયલ દરમિયાન જજ પૂરાવા તપાસ્યા બાદ માન્યું કે સાવકો પિતા પોતાની વિકૃતિઓને સંતોષવા માટે દીકરી પર નજર બગાડી રહ્યો હતો તથા માતા પણ તેમાં સાથ આપી રહી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીઓને દોષિત માની 5 વર્ષની જેલની સજા ફટકારી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT