ભારતમાં કોરોનાના વધુ એક ઘાતક વેરિએન્ટનું સંકટ, દિવાળી બાદ ગુજરાતમાં નવી લહેર આવશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીએ દુનિયાભરમાં તબાહી મચાવી હતી અને હજુ પણ ચીનમાં તેના ઘાતક વેરિએન્ટ સામે આવી રહ્યા છે. આ વચ્ચે દિવાળીના તહેવાર ટાણે જ ગુજરાતમાં કોરોનાની લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતમાં ઓમિક્રોનના નવા વેરિએન્ટ BA.5.1.7 અને BF.7 સામે આવ્યો હોવાની માહિતી મળી રહી છે. આ સબ વેરિએન્ટને સંક્રમક કહેવામાં આવી રહ્યો છે.

ભારતમાં મળ્યો નવા વેરિએન્ટનો કેસ
કથિત રીતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે ભારતમાં BF.7 વેરિએન્ટના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. ત્યારથી દેશભરમાં હડકંપ મચી ગયો છે. આ નવા વેરિએન્ટ પર વેક્સીન કેટલી અસરકારક છે તેના પર પણ હજુ કોઈ માહિતી સામે આવી નથી. એવામાં આગામી તહેવારની સીઝન પહેલા સાવધાની રાખવાની ખાસ જરૂર છે.

એક્સપર્ટ્સે આપી લોકોને સલાહ
એક્સપર્ટ્સે કોરોનાના આ નવા વેરિએન્ટને લઈને અત્યારથી જ કેટલાક સૂચનો જાહેર કરી દીધા છે. જેમાં અત્યારથી માસ્ક લગાવવું જરૂરી હોવાનું કહેવાયું છે. સાથે જ વાયરસના લક્ષણો દેખાતા જ પોતાને આઈસોલેટ કરવા જરૂરી છે. રિસર્ચ મુજબ BF.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામાં વેક્સિનેશન તથા એન્ટીબોડીથી પણ બચી શકે છે, એવામાં તેને વધુ સંક્રામક માનવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

શું છે આ નવા વેરિએન્ટના લક્ષણો
ઓમિક્રોનના આ નવા વેરિએન્ટના લક્ષણોમાં લગભગ પહેલાના વેરિએન્ટ જેવા જ છે. પરંતુ શરીરમાં દુઃખાવો અત્યાર સુધીની મુખ્ય સમસ્યા માનવામાં આવી રહી છે. એક્સપર્ટ્સ મુજબ, દિવાળીની ભીડમાં નવા કોરોના વેરિએન્ટની વધુ એક લહેર આવી શકે છે. એટલા માટે સાવધાની રાખવાની સલાહ અત્યારથી લોકોને આપવામાં આવી રહી છે અને ભીડવાળી જગ્યાઓ પર ખાસ માસ્ક પહેરવા સૂચન કરાઈ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT