Bharuch: દરિયામાંથી શિવલિંગ મળ્યા બાદ વિવાદ!, એક બાજુ મંદિર બનાવી સ્થાપના કરવાની તો બીજી બાજુ તપાસ કરવાની કરાઈ માંગ
Bharuch News: કાવીના દરિયાકાંઠે શિવલિંગ મળ્યા બાદ ભરૂચ તેમજ આસપાસના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં તેના દર્શન કરવા આવી રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
દરિયામાંથી મળેલા શિવલિંગના દર્શને આવી રહ્યા છે ભક્તો
શિવલિંગ સામે કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે સવાલ
પુરાતત્વ વિભાગ તપાસ કરે તેવી કરી રહ્યા છે માંગ
Bharuch News: કાવીના દરિયાકાંઠે શિવલિંગ મળ્યા બાદ ભરૂચ તેમજ આસપાસના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં તેના દર્શન કરવા આવી રહ્યા છે. આ શિવલિંગ માટે ભવ્ય મંદિર બનાવી તેની સ્થાપનાની વાત કાવી ગામના લોકો કરી રહ્યા છે. પરંતુ બીજી બાજુ કેટલાક લોકો આ શિવલિંગ છે કે નહીં તેની સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે અને પુરાતત્વ વિભાગ તેની તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે. આમ દરિયામાંથી શિવલિંગ મળ્યા બાદ નવા વિવાદની શરૂઆત થઈ છે.
માછલી પકડતી વખતે મળી આવ્યું શિવલિંગ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને મળેલું શિવલિંગ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાવી ગામના દેવીપૂજક સમાજનાં લોકો કે જે વ્યવસાયે માછીમારી કરે છે. તેઓ નિત્યક્રમ મુજબ 7 તારીખે માછલી પકડવા ગયા હતા. આ દરમિયાન તેમની જાળમાં એક શિવલિંગ ફસાયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. માછીમારોએ શિવલિંગને કાવી ગામના અતિપ્રાચીન કમલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે મૂક્યું છે. બે દિવસમાં મધદરિયે મળેલા શિવલિંગનો વિડિયો એ હદે વાયરલ થયો છે કે, આસપાસના સુરત, વડોદરા અમદાવાદ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.
ADVERTISEMENT
શિવલિંગ લાગે છે અલૌકિક
ADVERTISEMENT
જે લોકોને આ શિવલિંગ મળ્યું છે. તેમણે જણાવ્યું છે કે, શરૂઆતમાં અમને કોઈ ડ્રમ જેવું લાગ્યું. પરંતુ બે લોકોએ બોટમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો તો તે ખેંચાયું નહીં. પછી અમે 10 થી 12 લોકોએ પ્રયત્ન કર્યો પરંતુ આટલા લોકો પણ તે ઉઠાવી ના શક્યા. અમે ધ્યાનથી જોતા અંદર નાગની બેઠક અને મૂર્તિ દેખાય. જેથી અમે દરિયા ભગવાન ભોળાનાથની જયકાર બોલાવી ઓમ નમઃ શિવાયનો જાપ કર્યા અમે ભગવાનનું સ્મરણ કરી તેમની સ્થાપના કરીશું તેવી પણ નેક લીધી ત્યારબાદ શિવલિંગને અમે ઉઠાવી શક્યા. હાલમાં આ શિવલિંગ કાવી ગામના અતિપ્રાચીન કમલેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. નજરે જોનાર લોકોનું કહેવું છે કે, આ શિવલિંગ અદભુત છે. તેને જોઈને અલૌકિક લાગે છે. તેના સ્પર્શથી મનને શાંતિ મળે છે. શિવલિંગની અંદર નાગ દેવતાની બેઠક અને બીજી મૂર્તિઓ દેખાય છે. જે ચાંદીની લાગે છે. શિવલિંગ પર જે નિશાન દેખાય છે તે જોઈને એવું લાગે છે કે, ક્યાં તો તેને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અથવા દરિયમાં કોઈ વસ્તુ સાથે તે ટકરાયું હોય શકે.
ADVERTISEMENT
'શિવલિંગની સ્થાપના કમલેશ્વર મંદિરમાં થવી જોઈએ'
જે દેવીપૂજક સમાજનાં લોકોને આ શિવલિંગ દરિયામાંથી મળ્યું છે તેમની માંગ છે કે, આ શિવલિંગની સ્થાપના કમલેશ્વર મહાદેવ મંદિરમાં થવી જોઈએ અને ટ્રસ્ટી મંડળે પણ અમોને મંજૂરી આપવાની વાત કરી છે. જો અહીં તેની સ્થાપના કરવામાં નહીં આવે તો અમે કાવી બંદરે સરકાર પાસે જમીન માંગીશું અને ત્યાં ભવ્ય મંદિર બનાવીશું.
અમારે ત્યાં ભગવાન આવ્યા છેઃ પ્રિયંકા વાઘેલા
શિવલિંગ મળ્યા બાદ જે લોકો તેને લઈ આવ્યા છે તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આ પરિવારની દીકરી પ્રિયંકા વાઘેલાએ જણાવ્યું હતું કે, રોજ મારા પિતા માછલી લાવતા હતા પણ બે દિવસ પહેલા તેઓ શિવલિંગ લઈને આવ્યા હતા. હું ખૂબ ખુશ છું કે ભગવાન અમારે ત્યાં આવ્યા. જ્યારથી શિવલિંગ આવ્યું છે અમે તેને જ જોયા કરીએ છીએ કારણ કે, આ એક દિવ્ય શિવલિંગ છે.
કેટલાક લોકોએ તપાસની કરી માંગ
એક બાજુ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે શિવલિંગના દર્શન કરી રહ્યા છે. મોટા પાયે ભવ્ય મંદિર બનાવી તેની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ કેટલાક લોકોએ એવો પણ મત વ્યકત કર્યો હતો કે, પહેલા એ તપાસ થવી જોઈએ કે, દરિયામાંથી આ જે શિવલિંગ આકારનું મળ્યું છે એ શું ખરેખર શિવલિંગ જ છે કે બીજું કંઈક.
આ એક રિસર્સનો વિષય છેઃ વિજયભાઈ સિંધા
કાવીના રહેવાસી અને જંબુસર તાલુકા ભાજપના કોષાધ્યક્ષ વિજયભાઈ સિંધાએ જણાવ્યું કે, આ એક રિસર્ચનો વિષય છે કે, આ ખરેખર શિવલિંગ છે કે શું છે? આ બાબતે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા એવું કહેવાયું છે કે, આ એક જાતનો સ્ક્રેપ ગણાય. સ્ક્રેપનો ગઠ્ઠો જામી જાય તો આ રીતે દરિયામાં ફેંકી દે. શિવલિંગ હોય તો એ પથ્થરનું હોય અથવા પારાનું હોય. આ રબર જેવું છેઅને શિવલિંગ ક્યારેય પીળા કલરનું ના હોય. જેથી આ પુરાતત્વ વિભાગ આવે અને એ લોકો કહે તો આપણે માની શકીએ કે આ ખરેખર શિવલિંગ જ છે અને જો શિવલિંગ હોય તો એ જ્યાંથી મળ્યું ત્યાં દરિયા કાંઠે તેની સ્થાપના થવી જોઈએ પણ હિન્દુ લોકો જ્યાં બહુમતીમાં હોય ત્યાં તેની સ્થાપના થવી જોઈએ.
તપાસ બાદ યોગ્ય જગ્યાએ થવી જઈએ સ્થાપનાઃ મહંત
આવો જ મત કાવી કંબોઈ સ્થિત પવિત્ર તીર્થ સ્થળ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી એ વ્યકત કરતા જણાવ્યું હતું કે, હકીકતમાં જો એ શિવલિંગ હોય અને પુરાતત્વ વિભાગ કહે તો એની યોગ્ય જગ્યાએ સ્થાપના થવી જોઈએ અને એક વિવાદ અને ચર્ચા એવી પણ ચાલી રહી છે કે એ શિવલિંગ જ્યાંથી મળ્યું છે ત્યાં દરિયાકિનારે ફરીથી તેને લઈ જવામાં આવશે.
(રિપોર્ટઃ ગૌતમ ડોડીયા, ભરૂચ)
ADVERTISEMENT