રાજકોટમાં હનુમાન ચાલીસા વગાડતા વિવાદ, અન્ય સમુદાયના લોકોએ કર્યો હુમલો!

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેષ શિશાંગિયા/રાજકોટઃ પડધરી ખાતે માતાજીના તાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ જગ્યા પર અગાઉથી જ જૂની અદાવત ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ છરી સાથે મળી આવતા તેની અટકાયત કરી અને પોલીસે જી.પી.એકટ 135, 37(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો..
રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 27-12-2022ના દિવસે પડધરી દરવાજા પાસે આવેલી અયોધ્યા ચોકમાં માતાજીનો તાવો રાખેલો હતો. આ જગ્યા પર માતાજીના તાવાનો પ્રસાદ ચાલુ હતો. તેમજ નજીકમા અન્ય સમુદાયનો ધાર્મિક કાર્યક્રમ પણ ચાલતો હતો. જેથી એ જગ્યાએ બે સમુદાયના લોકો ભેગા થઈ ગયા હતા. જોકે અગાઉ પણ અહીં જૂના વિવાદો થયા હતા, એને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

હનુમાન ચાલીસા લાઉડ સ્પીકરમાં વગાડવા મુદે વિવાદ સર્જાયો હતો. પડધરીના અયોધ્યા ચોકમાં હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે બે સમુદાય આમને સામને થયા હતા. કારણ કે હનુમાન ચાલીસા માટે સ્પીકર મૂકવામાં આવ્યા હતા. ત્યારે અસામાજિક તત્વો ઉશકેરાયા હતા અને તાવા પ્રસાદ કાર્યક્રમ અંતર્ગત અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો.

ADVERTISEMENT

એક શંકાસ્પદ શખસ મળી આવતા ચકચાર..
આ કાર્યક્રમમાં મોડી રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવી હતી. જેની પાસે એક ફૂટ લાંબી છરી પણ હતી. ત્યારે આ વ્યક્તિ સામે હથિયાદ બંધીના જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

હનુમાન ચાલીસા બંધ કરવા અન્ય સમુદાયનું દબાણ..
તાવા પ્રસાદમાં હનુમાન ચાલીસા વગાડવાનું બંધ કરવા અસામાજિક તત્વોએ દબાણ કર્યું હતું. જોકે લોકોએ તેમ છતા હનુમાન ચાલીસા વગાડી હતી. તેવામાં લોકો ન માનતા છરી અને તલવાર લઈને અસામાજિક તત્વોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 8-9 શખસો દ્વારા તલવાર લઈને હુમલો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

ત્યારે આ ઘટનામાં PSIની હાજરીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. PSIના અન્ય સ્ટાફને આ અંગે જાણ કરાતા હુમલાખોર ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ADVERTISEMENT

જેમાં સોહેલ સંધી, કાશામ બલોચ, સિકંદર જુણેજા, અફઝલ સલીમભાઈ મેમણ, સદ્દામ સલીમ, મુસ્તાક સંધી, શાહરુખ કાજી, હારુન મકરાણી, શાહરુખ રફીકભાઈ મકરાણી સહિતના શખસોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT