જૈનના પવિત્ર ધર્મસ્થળને પર્યટન કેન્દ્ર જાહેર કરતા વિવાદ, કલેકટરને અરજી કરી ફેરફાર કરવા માગ
અરવલ્લીઃ અત્યારે જૈનોના પવિત્ર ધર્મસ્થળને પર્યટનનું સ્થળ જાહેર કરતા તેમની ધાર્મિક આસ્થા દુભાઈ હોવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે ઝારખંડ રાજ્યમાં આવેલો સંમેદ…
ADVERTISEMENT
અરવલ્લીઃ અત્યારે જૈનોના પવિત્ર ધર્મસ્થળને પર્યટનનું સ્થળ જાહેર કરતા તેમની ધાર્મિક આસ્થા દુભાઈ હોવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે ઝારખંડ રાજ્યમાં આવેલો સંમેદ શીખરજી પર્વત જૈનો માટે પવિત્ર તીર્થ સ્થળ છે. ત્યાંની રાજ્ય સરકારે આને પર્યટન સ્થળ જાહેર કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ દરમિયાન અરવલ્લીમાં આનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જામો સમગ્ર ઘટનાક્રમ..
જૈનોની ધાર્મિક આસ્થા દુભાઈ..
ઝારખંડ રાજ્યમાં આવેલા શીખરજી પર્વત જૈનો માટે પવિત્ર સ્થળ છે. તેવામાં આને પર્યટન સ્થળ જાહેર કરી દેતા વિવાદ વકર્યો છે. આને લઈને જીરાવાલા લબ્ધી વિક્રમ ધામના નેજા હેઠળ અરવલ્લીના કલેકટરને આવેદન પત્ર અપાયું છે. તેમણે આ શીખરજી પર્વતને પર્યટન સ્થળના બદલે ધર્મસ્થળ રહેવા દેવા જ માગ કરી છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT