2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર આ નેતાઓને 2022માં ભાજપે મેદાને ઉતાર્યા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવા જઈ છે. 8 ડિસેમ્બરે ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન 2017થી 2022 સુધીમાં ગુજરાત વિધાનસભામાં અનેક ઉથલપાથલ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવા જઈ છે. 8 ડિસેમ્બરે ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન 2017થી 2022 સુધીમાં ગુજરાત વિધાનસભામાં અનેક ઉથલપાથલ જોવા મળી હતી. કોંગ્રેસના 20 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા ત્યારે કોંગ્રેસના 9 નેતાઓને ભાજપે મેદાને ઉતાર્યા છે. હજુ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી નથી અલ્પેશને રાધનપુર સિવાઈની અન્ય સીટ પર ભાજપ લડાવી શકે છે. જ્યારે બ્રિજેશ મેરજાને ટિકિટ આપવામાં આવી નથી.
કોંગ્રેસના આ ધારાસભ્યોએ આપી દીધા હતા રાજીનામા
- કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
- જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
- અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
- પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
- બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
- સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
- આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
- જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
- મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
- જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
- પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
- પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
- અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
- અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
- ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
- વલ્લભ ધારવિયા – જામનગર વિધાનસભા બેઠક
- હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
- ભગવાન ભાઈ બારડ – તાલાળા વિધાનસભા બેઠક
- મોહનભાઇ રાઠવા- છોટા ઉદેપુર
- ભાવેશ કટારા- ઝાલોદ વિધાનસભા બેઠક
ભાજપે કોંગ્રેસમાંથી આ ધારાસભ્યોને ઉતાર્યા મેદાને
ADVERTISEMENT
- કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
- જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
- જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
- અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
- અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
- જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
- હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક
- ભગવાનભાઈ બારડ – તાલાળા વિધાનસભા બેઠક
- મોહનભાઇ રાઠવાની જગ્યા એ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાને – છોટા ઉદેપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી
ADVERTISEMENT