કોંગ્રેસને 24 વર્ષ પછી ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળશે, સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીને આજે નવા પ્રમુખ મળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મતગણતરી થશે અને તેની સાથે 24 વર્ષ પછી નેહરુ-ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની અને કદાવર પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે બુધવારે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને તેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

જાણો મતગણતરી કેવી રીતે થશે..
બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે પરિણામ જાહેર થવાની સંભાવના નવા અધ્યક્ષ હવે સોનિયા ગાંધીનું સ્થાન લેવા જઈ રહ્યા છે, જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યાં છે. બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધી પરિણામ જાહેર થવાની શક્યતા છે. મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી જીતવાના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને પક્ષના પાંચ એજન્ટો મતગણતરી પર દેખરેખ રાખશે જ્યારે બંને પક્ષના બે એજન્ટોને રિઝર્વ રાખવામાં આવશે.

મતપેટીઓને સ્ટ્રોંગ રૂમમાં રખાઈ
રાજ્યના મુખ્યાલયમાંથી મતપેટીઓ કોંગ્રેસ કાર્યાલયમાં મતગણતરી સ્થળે પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે દેશના તમામ મતદાન મથકોમાંથી મતપેટીઓ કોંગ્રેસ મુખ્યાલયમાં લાવવામાં આવી છે. તેમને કોંગ્રેસ હેડક્વાર્ટરની અંદર બનેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. મતગણતરી પાર્ટી હેડક્વાર્ટરમાં જ થશે. એવું માનવામાં આવે છે કે મતગણતરી પ્રસંગે બંને ઉમેદવારોના એજન્ટો ઉપરાંત તેમના સમર્થકો પણ કોંગ્રેસ મુખ્યાલય પહોંચી જશે.

ADVERTISEMENT

9500 પ્રતિનિધિઓ દ્વારા થયું મતદાન
સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મત ગણતરી બાદ પરિણામ જાહેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) એ સોમવારે (17 ઑક્ટોબર) પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.

વિજેતા ઉમેદાવારને ક્યારે મળશે પ્રમાણપત્ર?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મતગણતરી માટે સાત-આઠ ટેબલ તૈયાર કરવામાં આવશે અને દરેક ટેબલ પર બે વ્યક્તિ હશે. ચૂંટાયેલા પ્રમુખ દિવાળી પછી કોંગ્રેસના મુખ્યાલય ખાતે યોજાનારા કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચાર્જ સંભાળશે. વિજેતા ઉમેદવારને બુધવારે પ્રમાણપત્ર આપવામાં આવશે કે થોડા સમય પછી એ હજુ નક્કી નથી.

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ આ પદ માટે ચાલી રહ્યું હતું, તેઓ પણ બુધવારે દિલ્હીમાં હશે. તે જ સમયે, રાહુલ ગાંધી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ ચાલુ રાખશે એટલે કે મતગણતરી દરમિયાન તેઓ દિલ્હીમાં રહેશે નહીં.

ADVERTISEMENT

છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી

  • કોંગ્રેસના લગભગ 9500થી વધુ પ્રતિનિધિઓ પાર્ટીના વડાને ચૂંટવા માટે મતદાન કરવા માટે લાયક હતા.
  • કોંગ્રેસ મુખ્યાલય સહિત લગભગ 68 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું.
  • કોંગ્રેસ પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ છે.
  • પાર્ટીના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, પ્રમુખ પદ માટે 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી થઈ છે.
  • આ વખતે અધ્યક્ષ પદ માટે 22 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીના 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે.
  • આ પહેલા સીતારામ કેસરી બિન-ગાંધી પ્રમુખ રહી ચૂક્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT