કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારો અંગે કરશે મોટી જાહેરાત, પ્રિયંકા ગાંધી ચૂંટણીના Key-Roleમાં જોવા મળશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં જનતાને મોટાભાગની ગેરન્ટીઓ આપ્યા પછી હવે કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટિની ચર્ચા મુદ્દે મોટો નિર્ણય લઈ શકે છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સના આધારે ગુજરાતમાં પ્રિયંકા ગાંધીને ગુજરાત ઈલેક્શન મુદ્દે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ દરમિયાન 11 સપ્ટેમ્બર પહેલાં દાવેદારી રજૂ કરવાની યાદી મંગાવવામાં હોવાની પણ માહિતી મળી રહી છે.

કોંગ્રેસમાં ઉમેદવાર નક્કી કરવાની તમામ પ્રક્રિયા તથા બેઠકો ગુજરાતમાં જ થશે એવા અહેવાલો મળી રહ્યા છે. ત્યારે પાર્ટીના સિટિંગ MLAએ પોતાની દાવેદારી કરવાની જરૂર નથી એવું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આની પહેલા દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટિની બેઠકો મળતી હતી. આ દરમિયાન કોંગ્રેસ પણ મહિલાઓને મેદાનમાં ઉતારશે. પાર્ટીમાં આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધારે રાખવામાં આવી શકે છે. નોંધનીય છે કે એકબાજુ કોંગ્રેસ મહિલાઓને વધુ ઉમેદવારી મળે એની તૈયારીઓ કરી રહી છે તો બીજી બાજુ પ્રિયંકા ગાંધીના ચૂંટણીલક્ષી મોડલ મુદ્દે પણ ગુજરાતમાં વિચારણા ચાલી રહી છે. આ ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકાય છે.

કોંગ્રેસમાં નારાજગી અને રાજીનામાનો દોર શરૂ
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વિશ્વનાથ સિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે બીજી બાજુ અનેક કાર્યકર્તાઓ પાર્ટીથી નારાજ થઈને ભાજપનો ખેસ ધારણ કરતા નજરે પડી રહ્યા છે. નોંધનીય છે કે હવે આ દરમિયાન રાહુલ ગાંધીએ 8 વચનો આપ્યા છે.

ADVERTISEMENT

રાહુલ ગાંધીની મોટી જાહેરાત

  • પ્રત્યેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર અને દવાઓ.
  • કોરોનામાં ગુજરાતમાં થયેલા મૃતકોના પરિવારોને 4 લાખનું વળતર આપીશું
  • ખેડૂતોનું વીજળુંનું બીલ માફ કરીશું અને વીજળીના 300 યુનિટ ફ્રી આપીશું.
  • રાજ્યમાં નવી 3000 ઈંગ્લિશ મીડિયમની સ્કૂલ ખોલી, છોકરીઓને મફત શિક્ષણ
  • ગુજરાતના દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસિડી આપીશું
  • ગેસ સિલિન્ડર આજે 1000નો છે તેને 500 રૂપિયામાં આપીશું.
  • 10 લાખ યુવાનોને અમે રોજગારી આપીશું અને બેરોજગારોને રૂ.3000 ભથ્થું.
  • છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરી દોષિતોનું જેલમાં મોકલીશું.

    follow whatsapp

    ADVERTISEMENT