ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડશે! AAPની સ્થિતિ સહિત એક્ઝિટ પોલમાં થયું ચિત્ર સ્પષ્ટ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની બંને તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. તેમાં કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં ફટકો પડી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે એ સહિતની સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. ચલો આના પર વિગતવાર નજર કરીએ…

કોંગ્રેસને ફટકો પડી શકે છે…
એબીપી સી વોટર એક્ઝિટ પોલના આંકડાઓ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. BJPને ઉત્તર ગુજરાતની 32માંથી 23 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 32માંથી 8 બેઠકો મળી રહેવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે બીજી બાજુ જોવા જઈએ તો એક્ઝિટ પોલ પ્રમાણે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં પોતાનું ખાતુ પણ નહીં ખોલાવી શકે. અહીં તેમને 0 બેઠક મળી રહે એવા આંકડા સામે આવ્યા છે.

જ્યારે બીજી બાજુ અન્યને 1 બેઠક મળે એવું લાગી રહ્યું છે. આવી રીતે જોવા જઈએ તો એબીપીના સી વોટર એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 9 બેઠકોનો ફાયદો થઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને 9 બેઠકો પર ફટકો પડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT