ગૌરવ યાત્રા પર કોંગ્રેસના ભાજપ પર ચાબખા, 84 રૂપિયે ડોલર પહોંચ્યો, શું તેની ગૌરવ યાત્રા લઈ ભાજપ નીકળી છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપ ની રાજનીતિએ વેગ પકડ્યો છે. ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાનો કોઈ પણ મોકો નથી છોડતા ત્યારે   ભાજપ દ્વારા કાઢવામાં આવેલ ગુજરાત ગૌરવ યાત્રા પર કોંગ્રેસે  પ્રહાર કરતાં કહ્યું કે, 84 રૂપિયે ડોલર પહોંચ્યો, શું તેની ગૌરવ યાત્રા લઈ ભાજપ નીકળી છે?

ગુજરાતમાં ભાજપ ની ગૌરવ યાત્રા ચાલી રહી છે ત્યારે આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાત અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. 84 રૂપિયે ડોલર પહોંચ્યો, શું તેની ગૌરવ યાત્રા લઈ ભાજપ નીકળી છે. કોરોના કાળમાં ઑક્સિજન – બેડ – ઈન્જેક્શન વગર લાખો લોકો મૃત્યુ પામ્યા, વારંવાર પેપર ફૂટ્યા, 100 રૂપિયા લીટર ને પાર પેટ્રોલ – ડીઝલ, રાધણગેસ અને સીંગતેલ સહિતમાં આગઝરતી મોંઘવારી વગેરે ભાજપની ગુજરાતને ભેટ છે. શું આ માટે ભાજપ ગૌરવયાત્રા લઈને નિકળ્યું છે ? ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે, ભાજપની આ ગૌરવયાત્રા નહિ વિદાયયાત્રા છે.

સી આર પાટીલ પર કર્યા પ્રહાર
આલોક શર્માએ પાટીલ પર પ્રહાર કરતાં કહ્યું કે, 27 વર્ષથી વધતો ભ્રષ્ટાચાર અને અણઘડ વહિવટ માટે ગુજરાતના લોકોની ભાજપના નેતાઓએ માફી માગવી જોઇએ. ભાજપે ગુજરાત અને દેશને શું આપ્યું છે? ગુજરાતમાં પોતાના હક્ક અને અધિકાર માટે જુદા જુદા 28 જેટલા આંદોલન ચાલી રહ્યા છે. અવાર-નવાર ભાષણોમાં કોંગ્રેસના કારનામાની વાતો કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પોતાના પર લાગેલા 107 કેસના કારનામાની ચિંતા કરે. ગૌરવયાત્રા છે? લાખો શિક્ષીત યુવાઓ બેરોજગાર, ઓરડા વગરની શાળાઓ, 1270 શાળાઓ વચ્ચે એક જ શિક્ષક ભણાવે. નકલી દારૂથી હજારો મોત થાય, બેરોકટોક ડ્રગ્સ પરોસી યુવાધનને બરબાદ આ તમામ ભાજપના કારનામાઓનો ગૌરવ લઈને યાત્રા નિકળી રહ્યાં છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. 22થી વધુ પેપર લીક થયા છે અને કોઈ પણ વ્યક્તિને અત્યાર સુધી કોઈને સજા નથી મળી આ મામલે ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે?

ADVERTISEMENT

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 144 વિધનસભા વિસ્તારમાંથી પસાર થશે અને ભાજપે કરેલ કામગીરીની વાત આ ગૌરવ યાત્રામાં કરવામાં આવશે ત્યારે આ ગૌરવ યાત્રાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરવાનો મોકો ન છોડ્યો અને ભાજપ પર ગૌરવ યાત્રાને લઈને સવાલ કર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT