BJPએ સત્તાના નશાથી બહાર આવવું જોઈએ, આગામી ચૂંટણીમાં સફાયો નિશ્ચિત- પ્રદર્શન મુદ્દે કોંગ્રેસનો પ્રહાર
ગાંધીનગરઃ ગુજરાતમાં નિવૃત્ત આર્મી જવાનોના વિરોધ પ્રદર્શન સતત ઉગ્ર થતું રહે છે. તેવામાં સીજે ચાવડા સહિતના કોંગ્રેસ આગેવાનો અહીં સ્થળે આવી પહોંચ્યા હતા. જેમની સાથે…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં નિવૃત્ત આર્મી જવાનોના વિરોધ પ્રદર્શન સતત ઉગ્ર થતું રહે છે. તેવામાં સીજે ચાવડા સહિતના કોંગ્રેસ આગેવાનો અહીં સ્થળે આવી પહોંચ્યા હતા. જેમની સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાજ્ય સરકારનું વલણ 2022ની ચૂંટણીમાં પતનને નોતરશે. તો બીજી બાજુ ભાજપ પર કટાક્ષ કરતા કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે એક બાજુ ભાજપ વિકાસ યાત્રાની ઉજવણી કરી રહ્યું છે તો અહીં દેશની રક્ષા કરતા આર્મી જવાનોની માગ પર પણ ધ્યાન આપવું જોઈએ.
કોંગ્રેસનો ભાજપ પર સણસણતો પ્રહાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં માજી સૈનિકોના વિરોધ પ્રદર્શનમાં એક જવાન શહીદ થઈ જતા ચકચાર મચી ગઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ભાજપ સરકારે તેમના સત્તાના નશામાંથી બહાર આવવું જોઈએ. હવે તેમણે આ આર્મી જવાનોની માગ પર વિચારણા કરી સ્વીકારી લેવી જોઈએ. નોંધનીય છે કે ભાજપ હવે આવી રીતે જ કાર્યરત રહી તો આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વાદ જરૂર ચાખશે.
રાજ્યમાં હવે લોકશાહી રહી જ નથી- સીજે ચાવડા
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. તેવામાં સી.જે.ચાવડાએ જણાવ્યું કે જે આર્મીના જવાનોએ દેશની સેવા કરી છે. જેમણે દિવસ-રાત, ગરમી-ઠંડી સહન કરીને સરહદ પર સેવા આપી છે. તેમને નિવૃત્તિ પછી પોતાની માગણીઓ સ્વીકારવા માટે રેલી કાઢવી પડે એ ઘણી દુઃખદ વાત છે. અત્યારે એક જવાન શહીદ પણ થઈ ગયા છે. મને આ સાંભળીને ઘણું દુઃખ થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT