રાજસ્થાનથી રાજ્યસભામાં જશે Sonia Gandhi, જયપુરમાં ભર્યું ઉમેદવારી ફોર્મ; રાહુલ-પ્રિયંકા રહ્યા હાજર
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચ્યાં હતા.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી
ઉમેદવારી ફોર્મ ભરવા માટે જયપુર પહોંચ્યા
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રહ્યા હાજર
Sonia Gandhi may Contest Rajya Sabha Election : કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે.
કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવારોના નામ
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ સોનિયા ગાંધી સહિત વધુ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સંઘવી અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરના નામ સામેલ છે.
#WATCH | Jaipur | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi files her nomination for the Rajya Sabha election, from Rajasthan.
— ANI (@ANI) February 14, 2024
Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Ashok Gehlot and Govind Singh Dotasra are with her.
(Video: Rajasthan Vidhan Sabha PRO) pic.twitter.com/htQ5rSFOvV
ADVERTISEMENT
ભાજપે જાહેર કર્યા હતા ઉમેદવારો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહ ઉપરાંત પાર્ટીએ યુપીમાંથી કુલ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તો પાર્ટીએ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર જાહેર કર્યા હતા.
સપાએ પણ ઉમેદવારોની જાહેરાત કરી
તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની 10 બેઠકો ખાલી થઈ રહી છે. તેમાંથી ભાજપે 7 બેઠકો પર અને સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચન, રામજીલાલ સુમન અને આલોક રંજનને રાજ્યસભામાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આલોક રંજન અખિલેશ યાદવના સલાહકાર છે અને પડદા પાછળના મુખ્ય રણનીતિકાર માનવામાં આવે છે, જ્યારે જયા બચ્ચન યાદવ પરિવાર સાથે ગાઢ પારિવારિક સંબંધો ધરાવે છે. સાથે જ અખિલેશ રામજીલાલ સુમન દ્વારા દલિત સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT